Tech Tips : અધિકૃત પરિવહન વેબસાઇટ દ્વારા ઓનલાઈન ચલણ કેવી રીતે ભરવું ? ફોલો કરો આ સ્ટેપ્સ
ભારે દંડ ભરવાથી પોતાને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમામ નિયમોનું પાલન કરવું. જો કે, સાવધાની રાખવા છતાં, તમે ભૂલ કરી શકો છો અને તમારે દંડ (e-Challan) ભરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઓનલાઈન ચલણ એટલે કે ઈ-ચલણનું પેમેન્ટ કરવું.

તાજેતરના સમયમાં ટ્રાફિક ચલણ (Traffic Challan)ના દરમાં વધારો થયો છે. આ વધારા સાથે, દેશભરમાં કાર અને મોટરસાઇકલના ઉપયોગકર્તાઓ ચિંતિત છે કે જો તેઓ નિયમનું ઉલ્લંઘન કરતા જણાય તો તેમને કેટલી મોટી રકમ ચૂકવવી પડશે. અલબત્ત, ભારે દંડ ભરવાથી પોતાને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમામ નિયમોનું પાલન કરવું. જો કે, સાવધાની રાખવા છતાં, તમે ભૂલ કરી શકો છો અને તમારે દંડ (e-Challan)ભરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારું ચલણ કાપવામાં આવે છે, તો તમે તેને ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ચૂકવી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઓનલાઈન ચલણ એટલે કે ઈ-ચલણનું પેમેન્ટ કરવું.
e-Challan ની ચુકવણી કેવી રીતે કરવી
- સ્ટેપ 1: સૌ પ્રથમ રાજ્યની સત્તાવાર પરિવહન વેબસાઇટ પર જાઓ જ્યાં તમને ચલણ જાહેર કરવામાં આવ્યું છે.
- સ્ટેપ 2: એકવાર વેબસાઇટ પર e-Challan ચુકવણી માટે બનાવેલ વિભાગ જુઓ. અહીં તમારે વોઈલેસન નોટિસ, પાર્કિંગ ફી અથવા અન્ય દંડ માટે
- ચૂકવણીમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.
- સ્ટેપ 3: એકવાર તમે ઉપરોક્ત વિકલ્પોમાંથી પસંદ કરી લો, પછી યોગ્ય લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
- સ્ટેપ 4: અહીં તમારે કારની વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં તેનો નોંધણી નંબર, જૂનો નોંધણી નંબર (જો કોઈ હોય તો) અને ચલણ ટેગ નંબરનો સમાવેશ થાય છે.
- સ્ટેપ 5: નેકસ્ટ સ્ટેપમાં, તમારે વર્તમાન બાકી રકમ ભરવાની રહેશે.
- સ્ટેપ 6: પછી તમે તમારા માસ્ટર અથવા વિઝા ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો.
- સ્ટેપ 7: છેલ્લે ‘Submit’ બટન પર ક્લિક કરતા પહેલા કેપ્ચા ફીલ્ડને યોગ્ય રીતે ભરો. આ સાથે તમારું પેમેન્ટ થઈ ગયું છે.
paytm દ્વારા ચલણ કેવી રીતે ચૂકવવું
Paytm જેવા ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ ચલણની ચુકવણી એકદમ સરળ બનાવે છે, કારણ કે તેમાં ખૂબ જ સરળ પ્રક્રિયા સામેલ છે. ઓનલાઈન ચલણ ચૂકવવા માટે આ સ્ટેપ ફોલો કરો.
- સૌથી પહેલા તમારા મોબાઈલ પર Paytm મોબાઈલ એપ્લિકેશન ખોલો.
- ‘રિચાર્જ અને પે બિલ’ પર ક્લિક કરો
- ‘ચલણ’ શોધવા માટે નીચે સ્ક્રોલ કરો અને તેના પર ક્લિક કરો
- ‘ટ્રાફિક ઓથોરિટી’ પસંદ કરો. હવે જરૂરી વિગતો દાખલ કરો જેમ કે ચલણ નંબર/ચલણ ID, વાહન નંબર વગેરે.
- ચલનની રકમ તપાસવા માટે ‘પ્રોસીડ’ પર ક્લિક કરો
- તમારી પસંદગીની ચુકવણી પદ્ધતિ પસંદ કરો – ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ વૉલેટ, પેટીએમ પોસ્ટપેડ, યુપીઆઈ અને નેટ બેંકિંગ
- ચુકવણી પૂર્ણ કરો અને તમારૂ કામ થઈ જશે!