Technology News: કંપનીના ઈતિહાસમાં પહેલીવાર ફેસબુકની આવકમાં ઘટાડો થયો, આ છે નુકસાનનું મુખ્ય કારણ

|

Jul 28, 2022 | 2:51 PM

કમાણી સાથે મેટા (Meta)અન્ય ઘણા પડકારોનો પણ સામનો કરી રહી છે. તેમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગનું કંપનીમાંથી રાજીનામું પણ સામેલ છે. શેરિલને મેટાના એડવર્ટાઇઝમેન્ટ બિઝનેસના મુખ્ય આર્કિટેક્ટ ગણવામાં આવે છે.

Technology News: કંપનીના ઈતિહાસમાં પહેલીવાર ફેસબુકની આવકમાં ઘટાડો થયો, આ છે નુકસાનનું મુખ્ય કારણ
Meta
Image Credit source: File Photo

Follow us on

મેટા (Meta)ઘણા મોરચે સતત નુકસાનનો સામનો કરી રહ્યું છે. ઘટતી જતી લોકપ્રિયતાની સાથે ફેસબુક(Facebook)ને આવકના સ્તરે પણ નુકસાન થયું છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો થવાને કારણે અર્થતંત્રમાં ઘટાડો થયો અને તેની અસર ફેસબુક પર પણ પડી. કંપનીના પરિણામો બાદ મેટાના સ્ટોકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કમાણી સાથે મેટા અન્ય ઘણા પડકારોનો પણ સામનો કરી રહી છે. તેમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગનું કંપનીમાંથી રાજીનામું પણ સામેલ છે. શેરિલને મેટાના એડવર્ટાઇઝમેન્ટ બિઝનેસના મુખ્ય આર્કિટેક્ટ ગણવામાં આવે છે.

આજે સમગ્ર વિશ્વમાં ફેસબુકનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. દરરોજ ઘણા વપરાશકર્તાઓ Facebook પર તેમના જીવનની ખાસ ક્ષણો, કહાનીઓ અને વાર્તાઓ શેર કરે છે. આજે વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ એકબીજા સાથે સામાજિક જોડાણના હેતુ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે.

6 અરબ ડોલરથી વધુની કમાણી

એપ્રિલથી જૂન 2022 દરમિયાન, મેટાએ 6.69 અરબ ડોલર અથવા 2.46 ડોલર/શેરની કમાણી નોંધાવી છે. આ કમાણી સમાન સમયગાળામાં પાછલા વર્ષની સરખામણીમાં 36% ઓછી છે. ગયા વર્ષે, કંપનીએ એપ્રિલ-જૂન દરમિયાન 10.39 અરબ ડોલર અથવા 3.61 ડોલર/શેરની કમાણી નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ફેસબુકનો ગ્રોથ ધીમો પડ્યો

આવકની સાથે ફેસબુકના ગ્રોથ પર પણ બ્રેક લાગી છે. કંપનીના ઇન્ટરનલ રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતમાં ફેસબુક પર મહિલાઓની ન્યૂડિટી અને સુરક્ષાને કારણે ગ્રોથને બ્રેક લાગી છે. ભારતમાં ફેસબુકના ગ્રોથમાં પ્રથમ વખત એક ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો છે. ભારત ફેસબુક માટે સૌથી મોટા બજારોમાંનું એક છે.

કંપની તેના આંતરિક અહેવાલમાં માને છે કે મહિલાઓમાં ફેસબુક પ્રત્યે ઓછી રુચિનું કારણ તેની સુરક્ષા અને પ્રાઈવસીમાં કમી છે. કંટેન્ટની સલામતી અને અનિચ્છનીય કોન્ટેક્ટ્સને કારણે મહિલાઓ ફેસબુકથી દૂર થઈ રહી છે. મેટાએ પોતે સ્વીકાર્યું છે કે ગ્રોથમાં ઘટાડો તેમના માટે ચિંતાનો વિષય છે.

Next Article