ફેસબૂકનો નવો પ્રયોગ, હવે AI ફેસ સ્કેનિંગની મદદથી યુઝર્સની ઉંમર જાણી શકાશે, આ માટે થશે ઉપયોગ

|

Dec 06, 2022 | 6:33 PM

મેટાએ સોમવારે જાહેરાત કરી હતી કે કંપની AI ફેસ સ્કેનિંગ ટેક્નોલોજીની મદદથી તેની Facebook ડેટિંગ સર્વિસ પર યુઝર્સની ઉંમર શોધી કાઢશે, જેથી પ્લેટફોર્મના સર્વિસ યુઝર્સને તેમની ઉંમર ચકાસવાની પરવાનગી મળી શકે.

ફેસબૂકનો નવો પ્રયોગ, હવે AI ફેસ સ્કેનિંગની મદદથી યુઝર્સની ઉંમર જાણી શકાશે, આ માટે થશે ઉપયોગ
Facebook/Meta
Image Credit source: Facebook/Meta

Follow us on

મેટા-માલિકીની ફેસબુક તેની સેવાને વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફેસ સ્કેનર્સ સાથે પ્રયોગ કરી રહી છે. મેટાએ સોમવારે જાહેરાત કરી હતી કે કંપની AI ફેસ સ્કેનિંગ ટેક્નોલોજીની મદદથી તેની Facebook ડેટિંગ સર્વિસ પર યુઝર્સની ઉંમર શોધી કાઢશે, જેથી પ્લેટફોર્મના સર્વિસ યુઝર્સને તેમની ઉંમર ચકાસવાની પરવાનગી મળી શકે. વાસ્તવમાં, કંપનીએ આ પગલું 18 વર્ષથી ઓછી વયના વપરાશકર્તાઓને ફેસબુક ડેટિંગ સેવાથી દૂર રાખવા માટે ઉઠાવ્યું છે.

આ રીતે ચકાસી શકશે ઉંમર

મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરતા કહ્યું હતુ કે જો કંપનીને શંકા લાગે કે વપરાશકર્તા 18 વર્ષથી ઓછી ઉંમરનો છે તો તે વપરાશકર્તાઓને ફેસબુક ડેટિંગ પર તેમની ઉંમર ચકાસવા માટે પ્રેરિત કરશે. ફેસબુક પર ઉંમર ચકાસવા માટે તમે સેલ્ફીની મદદ લઈ શકો છો. એટલે કે સૌથી પહેલા તમારે ફેસબુક પર ઉંમર વેરિફાઈડ ઓપ્શન પર જવું પડશે અને ત્યાં તમારો સેલ્ફી વીડિયો શેયર કરવો પડશે.

હવે ફેસબુક તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફેસ સ્કેનરની મદદથી વેરિફાઈ કરશે અને તેનું પરિણામ તમને મળી જશે. મેટા અનુસાર તેને થર્ડ પાર્ટી બિઝનેસ સાથે શેર કરી શકે છે અથવા તમારા IDની કૉપિ અપલોડ કરી શકે છે. મેટા અનુસાર, કંપની Yoti યુઝર્સની ઓળખ કર્યા વિના તેમની ઉંમર નક્કી કરવા માટે ચહેરાના સંકેતોનો ઉપયોગ કરે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પુખ્ત વયના લોકો માટેના ફીચર્સ એક્સેસ કરવાથી રોકવામાં મદદ કરશે

મેટા કહે છે કે નવી એજ વેરિફિકેશન સિસ્ટમ બાળકોને પુખ્ત વયના લોકો માટેના ફીચર્સ એક્સેસ કરવાથી રોકવામાં મદદ કરશે. જોકે, Facebook ડેટિંગ પર પુખ્ત વયના લોકોને ભાગ્યે જ વય ચકાસણીની જરૂર પડશે. અમેરિકન સોશિયલ મીડિયા કંપનીએ યોતિનો ઉપયોગ Instagram વપરાશકર્તાઓની ચકાસણી સહિત અન્ય વય ચકાસણી હેતુઓ માટે પણ કર્યો છે. પછીના ઘણા વપરાશકર્તાઓ તેમની જન્મતારીખ બદલીને 18 કે તેથી વધુ ઉંમરના તરીકે દેખાડવાનો પ્રયાસ કરે છે.

આ ટેકનોલોજી મહિલાઓ માટે કારગર નથી

અહેવાલો મુજબ સિસ્ટમ તમામ લોકો માટે સમાન રીતે સચોટ નથી. Yotiનો ડેટા દર્શાવે છે કે મહિલાઓના ચહેરા અને ઘાટા રંગ ધરાવતા લોકો માટે તેની સચોટતા નબળી છે.

Next Article