Facebookની એક પોસ્ટે યુવકને ખવડાવી જેલની હવા, ક્યાંક તમે તો નથી કરતાને આ ભુલ?

|

Nov 30, 2022 | 6:24 PM

તમારી એક ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે વસ્તુઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જે તમને પરેશાન કરી શકે છે. મોટાભાગના લોકો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર કંઈપણ પોસ્ટ કરે છે, તેથી આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે.

Facebookની એક પોસ્ટે યુવકને ખવડાવી જેલની હવા, ક્યાંક તમે તો નથી કરતાને આ ભુલ?
Facebook
Image Credit source: Google

Follow us on

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા એપ્સ ચલાવતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારી એક ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે વસ્તુઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જે તમને પરેશાન કરી શકે છે. મોટાભાગના લોકો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર કંઈપણ પોસ્ટ કરે છે, તેથી આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ ફેસબુક પર ખોટી માહિતી આપવી વ્યક્તિને ભારે પડી ગઈ. તેને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, આ મામલો વિયેતનામનો છે, પરંતુ ભારતમાં પણ જો તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સાવચેતી ન રાખો તો જેલ જવાની નોબત આવી શકે છે.

ભારતમાં પણ કડક કાયદો

ભારતમાં આ માટે કડક કાયદો છે. દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે પણ તેની પણ એક મર્યાદા છે. તમારે ધ્યાન રાખવું પડશે કે આનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. આ સિવાય તમારા બોલવાથી કોઈના ધર્મનું અપમાન ન થવું જોઈએ અને ન તો કોઈ વસ્તુ રાષ્ટ્ર વિરોધી હોવી જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતમાં કરોડો લોકો ફેસબુક-ઈન્સ્ટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ઘણા કિસ્સાઓમાં કાયદાના ભંગ બદલ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ કારણે તમારે કન્ટેન્ટ પોસ્ટ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. જો ભૂતકાળમાં તમે અજાણતા નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈ પોસ્ટ કરી હોય તો આવી પોસ્ટ કે ટ્વીટ્સ તરત જ ડિલીટ કરી દો.

ભૂલથી પણ આવી પોસ્ટ ન કરો

ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી પોસ્ટ્સ પોસ્ટ કરવાનું ટાળો, જેનાથી કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે. આવું કરવું ગુનાની શ્રેણીમાં આવે છે અને તમને જેલ થઈ શકે છે. આ સિવાય ભૂલથી પણ નફરત ફેલાવતી પોસ્ટ શેર ન કરો.

સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી અથવા પોસ્ટ શેર કરશો નહીં જે હિંસા ફેલાવી શકે. જો આવા કેસમાં દોષિત ઠરે તો તમને જેલ થઈ શકે છે. દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી પોસ્ટ પર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

Next Article