Elon Musk 2 ડિસેમ્બરે લોન્ચ કરશે ‘Verified’ ફીચર, અલગ-અલગ રંગના હશે ‘ટિક’

|

Nov 25, 2022 | 5:41 PM

કંપનીએ નકલી એકાઉન્ટ્સને કારણે તાજેતરમાં જાહેર કરેલી તેની 8 ડોલર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે માગને પગલે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા 29 નવેમ્બરના રોજ ફરી શરૂ કરવામાં આવશે.

Elon Musk 2 ડિસેમ્બરે લોન્ચ કરશે Verified ફીચર, અલગ-અલગ રંગના હશે ટિક
Twitter
Image Credit source: File Photo

Follow us on

Twitter “Verified” Feature :  ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ શુક્રવાર, 2 ડિસેમ્બરે ‘વેરિફાઈડ’ નામનું તેમનું વેરિફિકેશન ફીચર લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકાર માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિકની સુવિધા તૈયાર કરવામાં આવી છે. આ ટિક સક્રિય થાય તે પહેલાં બધા વેરિફાઈડ એકાઉન્ટ્સ મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે વિલંબ બદલ માફ કરશો, તેઓ આગામી અઠવાડિયે શુક્રવાર 2જી ડિસેમ્બરે વેરિફાઈડ લોન્ચ કરી રહ્યા છે. કંપનીએ નકલી એકાઉન્ટ્સને કારણે તાજેતરમાં જાહેર કરેલી તેની 8 ડોલર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે માગને પગલે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા 29 નવેમ્બરના રોજ ફરી શરૂ કરવામાં આવશે. આઇકોનિક બ્લુ ટિક માર્ક અગાઉ રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો અને અન્ય જાહેર વ્યક્તિઓના વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે આરક્ષિત હતું.

યુઝર્સ માટે મોટો નિર્ણય

એલોન મસ્કે ટ્વિટર પર પ્રતિબંધિત એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે મસ્ક સસ્પેન્ડ કરાયેલા એકાઉન્ટ ફરી શરૂ કરશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલને રિસ્ટોર કર્યા બાદ અન્ય સસ્પેન્ડ કરેલા એકાઉન્ટને પણ માફ કરીને તેમનું રિસ્ટોરેશન શરૂ કરવામાં આવશે. આ નિર્ણય લેતા પહેલા મસ્કે પોલ કરીને લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. 24 નવેમ્બરના રોજ મસ્કે એક પોલ ક્રિએટ કર્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું ટ્વિટરે સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ માટે સામાન્ય માફી આપવી જોઈએ. આના પર 72.4% લોકોએ હામાં જવાબ આપ્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આવતા સપ્તાહથી શરૂ થશે માફી પ્રક્રિયા

ટ્વિટર પોલના પરિણામો બાદ એલોન મસ્કે પણ પોતાના તરફથી એક નવું ટ્વિટ કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે, એલોન મસ્કે ટ્વિટ કર્યું કે જનતા જે ઈચ્છે છે તે થશે. જો મોટાભાગના ટ્વિટર યુઝર્સ સસ્પેન્ડેડ એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા પર તેમની મહોર લગાવશે તો આવું થશે. તેમણે એમ પણ કહ્યું છે કે ટ્વિટર પર સસ્પેન્ડ થયેલા એકાઉન્ટ્સને રિસ્ટોર કરવાની પ્રક્રિયા આવતા સપ્તાહથી શરૂ થશે.

Next Article