એલોન મસ્ક હવે ટ્વિટરના આ 3 ફીચર્સ માટે વસૂલશે પૈસા, જાણો કેટલો હશે ચાર્જ

|

Nov 05, 2022 | 1:18 PM

હવે એલન મસ્કએ ટ્વિટરના ત્રણ મુખ્ય ફીચર્સથી યુઝર્સ પાસેથી પૈસા વસુલવાનો પ્લાન બનાવી રહ્યા છે. અમે એ ત્રણ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એલન મસ્ક તેના યુઝર્સ પાસેથી ચાર્જ લેવા જઈ રહ્યા છે.

એલોન મસ્ક હવે ટ્વિટરના આ 3 ફીચર્સ માટે વસૂલશે પૈસા, જાણો કેટલો હશે ચાર્જ
Twitter
Image Credit source: File Photo

Follow us on

એલોન મસ્કે ટ્વિટર પર કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. CEO સહિત અન્ય મોટા અધિકારીઓ અને કર્મચારીઓને કંપનીથી બહારનો રસ્તો દેખાડ્યા બાદ હવે એલન મસ્કએ ટ્વિટરના ત્રણ મુખ્ય ફીચર્સ માટે યુઝર્સ પાસેથી પૈસા વસુલવાનો પ્લાન બનાવી રહ્યા છે. અમે એ ત્રણ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એલન મસ્ક તેના યુઝર્સ પાસેથી ચાર્જ લેવા જઈ રહ્યા છે.

ટ્વિટર ફીચર્સઃ આ ત્રણ ફીચર્સ માટે પૈસા ચૂકવવા પડશે

  1. એલોન મસ્ક જે સૌપ્રથમ ફીચર પેઈડ કરવાનું વિચારી રહ્યા છે તે ડાયરેક્ટ મેસેજ ફીચર છે. એલોન મસ્ક આ સુવિધા પેઈડ કરવા માટે તેમના સલાહકારો સાથે વાતચીત કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ટ્વિટર પર હાઈ પ્રોફાઈલ યુઝર્સને પ્રાઈવેટ મેસેજ મોકલવા માટે યુઝર્સને પૈસા ચૂકવવા પડશે. આ મામલાની જાણકારી ધરાવતા બે લોકો પાસેથી આ માહિતી મળી છે જેમણે આંતરિક દસ્તાવેજો જોયા છે. આપને જણાવી દઈએ કે અત્યારે એ સ્પષ્ટ નથી કે હાઈ-પ્રોફાઈલ યુઝર્સની શ્રેણીમાં કોણ આવશે.
  2. એલોન મસ્કે ટ્વિટર પર પુષ્ટિ કરી છે કે ટ્વિટર બ્લુ ટિક માટે યુઝર્સને દર મહિને 8 (લગભગ રૂ. 661) ડોલર ચાર્જ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ દરેકની બ્લુ ટિક છીનવાઈ જશે અને પછી જે કોઈ ટ્વિટર પર બ્લુ ટિક માર્ક માટે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરશે, તે જ વપરાશકર્તાઓને ફરીથી વેરિફિકેશન બેજ મળશે. જણાવી દઈએ કે આ કિંમત અલગ-અલગ દેશો માટે છે. જે અલગ-અલગ હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્ક આ મહિને નવેમ્બરથી આ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
  3. ત્રીજા ફીચર વિશે સાંભળીને તમે ચોંકી જશો, આપને જણાવી દઈએ કે જો તમે ટ્વિટર પર વીડિયો જોશો તો તમારે જલ્દી જ તેની કિંમત પણ ચૂકવવી પડશે. એટલે કે જો તમારે વીડિયો જોવો હોય તો તમારે પૈસા ચૂકવવા પડશે. આપને જણાવી દઈએ કે એલોન મસ્ક જલ્દી જ આ ફીચર લાવવા પર કામ કરી રહ્યા છે, જેમાં વીડિયો અપલોડ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે, જ્યારે વીડિયો જોનારાઓએ પણ પૈસા ચૂકવવા પડશે.
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ
Next Article