એક કાર કરતા પણ સસ્તો હશે Elon Musk ની Tesla નો આ રોબોટ, ખાવાનું બનાવવાથી લઈ ચોકીદાર સુધીનું કરી શકશે કામ

|

Aug 17, 2022 | 12:38 PM

આ રોબોટની ખાસિયતો વિશે વાત કરીએ તો, તે ઘરના કામ કરવાની સાથે ઘરની રક્ષા પણ કરી શકે છે. એટલું જ નહીં, તે ઘરમાં હાજર વૃદ્ધોને પણ મદદ કરી શકે છે. તેની સાથે સંપર્ક કરવા માટે સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો.

એક કાર કરતા પણ સસ્તો હશે Elon Musk ની Tesla નો આ રોબોટ, ખાવાનું બનાવવાથી લઈ ચોકીદાર સુધીનું કરી શકશે કામ
Elon musk Tesla-Optimus humanoid-robot

Follow us on

વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક એલોન મસ્ક (Elon Musk)ની ટેસ્લા કંપની એક રોબોટ તૈયાર કરી રહી છે. આ રોબોટનું નામ ઓપ્ટીમસ હશે અને તે હ્યુમનનોઈડ રોબોટ (Humanoid Robot) હશે, જેના વિશે કંપનીના સીઈઓ એલોન મસ્કે પોતે માહિતી આપી છે. આ રોબોટ ઘરેલું અને ઘણા ખતરનાક કાર્યો કરી શકશે. આ રોબોટની ખાસિયતો વિશે વાત કરીએ તો, તે ઘરના કામ કરવાની સાથે ઘરની રક્ષા પણ કરી શકે છે. એટલું જ નહીં, તે ઘરમાં હાજર વૃદ્ધોને પણ મદદ કરી શકે છે. તેની સાથે સંપર્ક કરવા માટે સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એલોન મસ્કના જણાવ્યા અનુસાર આ રોબોટ ઘણી સારી સુવિધાઓ અને વિશેષતાઓ સાથે દસ્તક આપશે. તેણે કહ્યું છે કે આ રોબોટને માણસોની જેમ હાથ અને પગ આપી શકાય છે અને તે તેમની જેમ કામ કરી શકશે. વાસ્તવમાં, મસ્કએ કહ્યું છે કે આ રોબોટ માણસની જેમ ધીમી અને ઝડપી આગળ વધી શકશે અને ભારે વસ્તુઓ પણ ઉપાડી શકશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કેવી રીતે તૈયાર કર્યો માણસો જેવો ચહેરો

એલોન મસ્કએ જણાવ્યું કે આ આવનારા રોબોટમાં ચહેરાની જગ્યાએ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અન્ય લોકો તેની સાથે વાતચીત કરી શકશે. Xiaomiના રોબોટ તરફ ઈશારો કરતા મસ્કએ કહ્યું કે અત્યાર સુધીમાં લોન્ચ કરાયેલા રોબોટથી ઘણો અલગ હશે અને તેને ખતરનાક હેતુઓ માટે બનાવવામાં આવ્યો નથી.

Xiaomiએ સાયબર સ્પેસ પણ લોન્ચ કરી છે

તાજેતરમાં જ Xiaomiએ તેના રોબોટની સત્તાવાર જાહેરાત કરી છે. તેનું નામ સાયબર વન છે અને તેનું વજન 52 કિલો છે. આ રોબોટ જ્યારે ઊભો હોય ત્યારે 177 સેન્ટિમીટર (5.8 ફૂટ) હોય છે. તે 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

8 મીટર જોઈ શકે છે

આ રોબોટમાં વિઝન સિસ્ટમ આપવામાં આવી છે, જે 8 મીટર સુધી ખૂબ જ સરળતાથી જોઈ શકે છે. ચહેરાના હાવભાવ માટે, કંપનીએ તેમાં AI સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. ઉપરાંત, તે સરળતાથી લાગણી વ્યક્ત કરી શકે છે.

Published On - 11:32 am, Wed, 17 August 22

Next Article