બિલ જમા નહીં કરો તો કપાઈ જશે વીજળી, આવા WhatsApp મેસેજ અને SMS થી રહો સાવધાન, તાત્કાલિક કરો આ કામ

|

Aug 16, 2022 | 11:37 AM

હેકર્સે વીજળીના બિલ (Electricity bill scam)થી પણ લોકોને છેતરવાની નવી યુક્તિ બનાવી છે. અહેવાલો અનુસાર, લોકોએ જણાવ્યું છે કે તેઓને વીજળીનું બિલ જમા કરાવવા માટે વોટ્સએપ પર મેસેજ આવે છે. જો બિલ નહીં ભરાય તો વીજળી કાપવામાં આવશે તેમ કહેવાય છે.

બિલ જમા નહીં કરો તો કપાઈ જશે વીજળી, આવા WhatsApp મેસેજ અને SMS થી રહો સાવધાન, તાત્કાલિક કરો આ કામ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

દર મહિને વીજળીનું બિલ આવવું સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે વીજળીનું બિલ ભરવા માટે એસએમએસ અથવા વોટ્સએપ મેસેજ આવે છે, ત્યારે સાવચેતી રાખવાની જરૂર છે. સામાન્ય રીતે, વિવિધ રાજ્યોના વીજળી બોર્ડ વપરાશકર્તાઓને સમયસર બિલ જમા કરવા માટે સંદેશા મોકલે છે. પરંતુ હેકર્સે વીજળીના બિલ (Electricity bill scam)થી પણ લોકોને છેતરવાની નવી યુક્તિ બનાવી છે. અહેવાલો અનુસાર, લોકોએ જણાવ્યું છે કે તેઓને વીજળીનું બિલ જમા કરાવવા માટે વોટ્સએપ પર મેસેજ આવે છે. જો બિલ નહીં ભરાય તો વીજળી કાપવામાં આવશે તેમ કહેવાય છે. આવા મેસેજ મળવા પર લોકો ડરી જાય છે અને તરત જ પૈસા ચૂકવે છે અને હેકર્સ (Hackers)ના ચુંગાલમાં ફસાઈ જાય છે.

આ રીતે છેતરપિંડી થાય છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર પર કેટલાક યુઝર્સ જણાવે છે કે તેમને વીજળી બિલ જમા કરાવવા માટે વોટ્સએપ મેસેજ અથવા એસએમએસ મોકલવામાં આવે છે. મેસેજમાં સ્કેમરનો ફોન નંબર પણ છે. જ્યારે યુઝરને આ નંબર પર કોલ આવે છે, ત્યારે સ્કેમર તેને પોતાની જાળમાં ફસાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને ઓડિશા જેવા રાજ્યોમાં વીજળી બિલ સંબંધિત છેતરપિંડીની મોટાભાગની ઘટનાઓ જોવા મળી છે.

ફ્રોડ મેસેજ

યુઝર્સને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “પ્રિય ગ્રાહક, તમારી વીજળી ડિસ્કનેક્ટ થઈ જશે. આજે રાત્રે 9.30 કલાકે વીજ કચેરીમાંથી. કારણ કે તમારા છેલ્લા મહિનાનું બિલ અપડેટ થયું નથી. કૃપા કરીને તરત જ અમારા વીજળી અધિકારીનો 8260303942 પર સંપર્ક કરો આભાર.” ધ્યાન દોરવા પર ખબર પડી કે આ મેસેજ ફોન નંબર પરથી મોકલવામાં આવ્યો છે. આ કોઈ અધિકૃત વીજળી બોર્ડ તરફથી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેતરપિંડી ઓળખ અને શું કરવું

તમે કેટલીક બાબતો જોઈને એ જાણી શકો છો કે મેસેજ મોકલનાર ફ્રોડ તો નથીને. જો મેસેજની ભાષા સાચી નથી, તો માની લો કે મોકલવામાં આવેલો મેસેજ છેતરપિંડી છે. ઉપરોક્ત મેસેજમાં એ પણ જોઈ શકાય છે કે ખોટી જગ્યાએ ફુલસ્ટોપ લખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે લોકોને આ મામલે સાવચેત રહેવાની અપીલ કરી છે. જો કંઈ ખોટું થાય તો સાયબર સેલમાં ફરિયાદ કરો.

Next Article