Google ના ડાઉનફોલના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટની સ્પીડ ઘટી, સર્ચ કરવામાં મુશ્કેલી

|

Aug 09, 2022 | 9:38 AM

દુનિયાભરના અલગ-અલગ દેશોના લોકો ગૂગલ ડાઉન (Google Down) હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ગૂગલ ડાઉન છે ત્યારે ટ્વિટર પર સંદેશાઓનું પૂર આવ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે સતત સર્ચ પર તેમને 500 એરરનો સામનો કરવો પડી રહ્યો હતો.

Google ના ડાઉનફોલના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટની સ્પીડ ઘટી, સર્ચ કરવામાં મુશ્કેલી
Google
Image Credit source: Google

Follow us on

દુનિયાભરમાંથી ગૂગલ ડાઉન (Google Down)હોવાના અહેવાલો છે. લોકો સોશિયલ મીડિયા (Social Media) પર ફરિયાદ કરી રહ્યા છે કે તેમને સર્ચ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં પણ યુઝર્સને આ સમસ્યા થઈ રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. ઓસ્ટ્રેલિયાના યુઝર્સ પણ ગૂગલ (Google)ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. Downdecetor.com વેબસાઈટ અનુસાર, સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ યુઝર્સે ગૂગલ ડાઉન થવાની ફરિયાદ કરી છે. આ વેબસાઈટ પર 40 હજારથી વધુ લોકોએ ફરિયાદ નોંધાવી છે, જોકે બાદમાં યુઝર્સે કહ્યું કે ગૂગલે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ટ્વિટર પર આવી રહ્યા છે મેસેજ

દુનિયાભરના અલગ-અલગ દેશોના લોકો ગૂગલ ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ગૂગલ ડાઉન છે ત્યારે ટ્વિટર પર સંદેશાઓનું પૂર આવ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે સતત સર્ચ પર તેમને 500 એરરનો સામનો કરવો પડી રહ્યો હતો. યુઝર્સના જણાવ્યા અનુસાર, તેમને થોડા સમય માટે ગૂગલ ડાઉન રહેવાની સમસ્યા હતી પરંતુ બાદમાં તે ઠીક થઈ ગઈ.

કયા દેશોમાં બંધ થયું હતું ગૂગલ

ટ્વિટર પર આવતા સંદેશાઓ દ્વારા, વિયેતનામ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત અને સ્પેનના વપરાશકર્તાઓને ગૂગલ ડાઉન થવાના સમાચાર મળી રહ્યા છે. જોકે, આ ડાઉન થવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ ધીમે-ધીમે વિવિધ દેશોમાંથી ગૂગલની સેવાઓ ફરી શરૂ થવાના અહેવાલો આવી રહ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રોયટર્સ અનુસાર અમેરિકાના કાઉન્સિલ બ્લફ્સ સ્થિત ગૂગલના ડેટા સેન્ટરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ થવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. આ ગંભીર દુર્ઘટનામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક હોસ્ટપિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર 12 વાગ્યે બની હતી. જેમાં ત્રણ ઈલેક્ટ્રિશિયન કામ કરી રહ્યા હતા ત્યારે ઈલેક્ટ્રિક વિસ્ફોટ થયો હતો જેના કારણે ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી.

Next Article