આ દેશોમાં મળે છે સસ્તું ઇન્ટરનેટ, ક્યાંક 3 રૂપિયામાં 1 જીબી ડેટા, તો ક્યાંક ચૂકવવા પડે છે આટલા રૂપિયા !

|

Jul 30, 2022 | 10:07 AM

મોબાઈલ ડેટાની કિંમતો સંબંધિત રિપોર્ટ ચાર પરિમાણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. મોબાઈલ ડેટાને લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોબાઈલ ડેટા (Mobile Data) પર નિર્ભરતા, ઈન્ટરનેટનો ઉપયોગ અને 233 દેશોની સમૃદ્ધ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દેશોમાં મળે છે સસ્તું ઇન્ટરનેટ, ક્યાંક 3 રૂપિયામાં 1 જીબી ડેટા, તો ક્યાંક ચૂકવવા પડે છે આટલા રૂપિયા !
Mobile Phone
Image Credit source: File Photo

Follow us on

ઈન્ટરનેટ (Internet)માનવ જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. મનોરંજનથી લઈને ઓનલાઈન શિક્ષણ અને વ્યવસાયિક કારણોસર ઈન્ટરનેટની માગ સતત વધી રહી છે. હાલમાં જ વર્લ્ડવાઈડ મોબાઈલ ડેટા પ્રાઇસિંગ 2022 નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે 233 દેશોમાં 1GB ડેટાની કિંમત દર્શાવે છે. આમાં, વિશ્વનો સૌથી સસ્તો મોબાઇલ ડેટા (Mobile Data)ઇઝરાયેલમાં ઉપલબ્ધ છે, જ્યાં 1 જીબી ડેટાની કિંમત 3 રૂપિયા છે. ત્યારે સેન્ટ હેલેના લગભગ રૂ. 3,300માં 1 જીબી મોબાઇલ ડેટા સાથે સૌથી મોંઘો દેશ છે. દેશમાં 1 GB ડેટાની કિંમત લગભગ 14 રૂપિયા છે અને આપણે સૌથી સસ્તું ઇન્ટરનેટ ધરાવતા દેશોમાં પાંચમા ક્રમે છીએ.

સૌથી મોંઘું ઇન્ટરનેટ ધરાવતા દેશો

વિશ્વનો સૌથી મોંઘો મોબાઈલ ડેટા સેન્ટ હેલેનામાં મળે છે. અહીં 1 જીબી ડેટા માટે સરેરાશ 3,300 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારે 1 જીબી ઇન્ટરનેટ માટે, ફૉકલેન્ડ આઇલેન્ડમાં 3071 રૂપિયા, સાઓ ટોમે અને પ્રેસિપેમાં 2355 રૂપિયા, ટોકેલાઉમાં 1428 રૂપિયા અને યમનમાં 1324 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્ટરનેટ માટે સૌથી મોંઘા પાંચ દેશોમાંથી બે સબ-સહારન આફ્રિકામાં છે, જ્યારે ત્રણ ટાપુ દેશો છે.

સૌથી સસ્તું ઇન્ટરનેટ ધરાવતા દેશો

5G ટેક્નોલૉજીમાં ગ્લોબલ લીડર ઇઝરાયેલ વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ધરાવતો દેશ છે. અહીં માત્ર 3.20 રૂપિયામાં 1 જીબી મોબાઈલ ડેટા ઉપલબ્ધ છે. ઇટાલી રૂ. 9.59 સાથે બીજા ક્રમે, સેન મેરિનો ત્રીજા સ્થાને રૂ. 11.18, ચોથા સ્થાને ફીજી રૂ. 11.98 અને રૂ. 13.58 સાથે ભારત પાંચમા ક્રમે છે. ભારતીય વસ્તી માત્ર મોબાઈલ ડેટા પર નિર્ભર છે. ઉચ્ચ સ્પર્ધાને કારણે અહીં દરો ઓછા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાર સ્કેલ પર તૈયાર કરવામાં આવ્યો છે અહેવાલ

Cable.co.uk એ વર્લ્ડવાઈડ મોબાઈલ ડેટા પ્રાઇસિંગ 2022 રિપોર્ટ તૈયાર કર્યો છે. મોબાઈલ ડેટાની કિંમતો સંબંધિત રિપોર્ટ ચાર પરિમાણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. મોબાઈલ ડેટાને લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોબાઈલ ડેટા પર નિર્ભરતા, ઈન્ટરનેટનો ઉપયોગ અને 233 દેશોની સમૃદ્ધ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ તૈયાર કરતી વખતે દુનિયાને 13 ભાગમાં વહેંચવામાં આવી છે.

(અહીં આપેલી કિંમત યુએસ ડૉલરથી ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવી છે.)

Published On - 10:06 am, Sat, 30 July 22

Next Article