આગામી 24 કલાકમાં બંધ થઈ જશે BSNL સિમ, ગ્રાહકોને મોકલવામાં આવી નોટિસ, જાણો શું છે હકીકત

|

Dec 27, 2022 | 3:21 PM

દાવો કરવામાં આવ્યો છે કે લોકોને BSNL તરફથી નોટિસ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે TRAI દ્વારા સબસ્ક્રાઇબરનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને સિમ કાર્ડ ફ્રીઝ કરવામાં આવ્યું છે. જેને 24 કલાકમાં બ્લોક કરવામાં આવશે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

આગામી 24 કલાકમાં બંધ થઈ જશે BSNL સિમ, ગ્રાહકોને મોકલવામાં આવી નોટિસ, જાણો શું છે હકીકત
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

BSNL તેના યુઝર્સ માટે નવા પ્લાન લાવતુ રહે છે. દરમિયાન, એક નોટિસનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકોને BSNL તરફથી નોટિસ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે TRAI દ્વારા સબસ્ક્રાઇબરનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને સિમ કાર્ડ ફ્રીઝ કરવામાં આવ્યું છે. જેને 24 કલાકમાં બ્લોક કરવામાં આવશે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

દાવો- આગામી 24 કલાકમાં સિમ બંધ થઈ જશે

બીએસએનએલના સિમ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 24 કલાકમાં યુઝર્સના સિમ બંધ થઈ જશે. સોશિયલ મીડિયા પર એક નોટિસ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 24 કલાકમાં સરકારી ટેલિકોમ કંપનીના સિમ બંધ થઈ જશે. PIBએ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે અને વપરાશકર્તાઓએ તેની વાસ્તવિકતા જણાવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પીઆઈબીએ હકીકત તપાસી હતી

પીઆઈબીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને ફેક્ટ ચેકની સત્યતા વિશે માહિતી આપી છે. PIBએ લખ્યું છે કે TRAI દ્વારા ગ્રાહકનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ગ્રાહકોના સિમ બ્લોક કરી દેવામાં આવશે. તેની હકીકત તપાસ્યા બાદ ખબર પડી કે આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. પીઆઈબીએ આ દાવાને નકારી કાઢ્યો છે.

વાયરલ સમાચારની હકીકત

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

અમારી પણ આપને એ જ સલાહ રહેશે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજને આંખ બંધ કરી ફોરવર્ડ ન કરવા પહેલા તે મેસેજની હકીકત તપાસવી ત્યારબાદ જ તે મેસેજ કોઈ સાથે શેર કરવો.

Next Article