Bard અને ChatGPT એકબીજાથી કેટલા અલગ, સર્ચ એન્જિન માટે તે કેટલુ છે ખતરનાક ?

|

Feb 08, 2023 | 5:53 PM

ગૂગલે હાલમાં યુઝર ફીડબેક માટે તેની નવી એક્સપેરિમેન્ટલ કન્વર્સેશનલ એઆઈ સર્વિસ બાર્ડ રિલીઝ કરી છે. એટલે કે, કંપનીએ હજુ સુધી બાર્ડની સાર્વજનિક રજૂઆત કરી નથી. પરંતુ હવે એઆઈને લઈને માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચેની લડાઈ તેજ થઈ ગઈ છે.

Bard અને ChatGPT એકબીજાથી કેટલા અલગ, સર્ચ એન્જિન માટે તે કેટલુ છે ખતરનાક ?
Bard Vs ChatGPT
Image Credit source: Google

Follow us on

ગૂગલની નવી AI ચેટબોટ સેવા Google Bardની જાહેરાત બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ અને ટેક કંપનીઓ વચ્ચે વર્ચસ્વની રેસ શરૂ થઈ ગઈ છે. ગૂગલે હાલમાં યુઝર ફીડબેક માટે તેની નવી એક્સપેરિમેન્ટલ કન્વર્સેશનલ એઆઈ સર્વિસ બાર્ડ રિલીઝ કરી છે. એટલે કે, કંપનીએ હજુ સુધી બાર્ડની સાર્વજનિક રજૂઆત કરી નથી. પરંતુ હવે એઆઈને લઈને માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચેની લડાઈ તેજ થઈ ગઈ છે.

આ પણ વાંચો: હવે વિદેશમાં પણ PhonePe દ્વારા કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ, કંપનીએ શરૂ કરી UPI ઈન્ટરનેશનલ સર્વિસ

આવી સ્થિતિમાં, બાર્ડ vs ચેટજીપીટી સાથે, પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ગૂગલ જેવા સર્ચ એન્જિન બંધ થઈ જશે. જો તમે પણ આવા જ સવાલનો જવાબ જાણવા માગો છો તો આ રિપોર્ટ તમારા માટે છે. આ રિપોર્ટમાં, અમે તમને જણાવીશું કે કેવી રીતે AI ચેટબોટ્સ Bard અને ChatGPT બંને એકબીજાથી અલગ છે. આ સાથે, આપણે સર્ચ એન્જિન અને AI ચેટબોટ્સની લડાઈને પણ સમજીશું. ચાલો જાણીએ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Bard શું છે?

વાસ્તવમાં, બાર્ડ એક ચેટબોટ સેવા છે, જે ChatGPT જેવી જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. આ બાર્ડ હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યું નથી, પરંતુ કંપનીએ તે કેવી રીતે કામ કરે છે અને તેના ફીચર્સ વિશે કેટલીક માહિતી આપી છે. હાલની માહિતી અનુસાર, બાર્ડ LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

LaMDA અને Google ના પોતાના કન્વર્સેશનલ AI ચેટબોટ પર આધારિત છે. તેને સીઈઓ સુંદર પિચાઈએ “પ્રાયોગિક વાર્તાલાપાત્મક AI સેવા” તરીકે ઓળખાવ્યું છે, અને Google તેને આગામી અઠવાડિયામાં ટેસ્ટર્સ માટે ખોલશે, અને બાર્ડ ટેસ્ટિંગ પછી લોકો માટે વધુ વ્યાપકપણે ઉપલબ્ધ થશે.

ChatGPT શું છે?

ChatGPT એ AI આધારિત ચેટબોટ પણ છે. તે પહેલેથી હાજર રહેલા ડેટાના આધારે પ્રશ્નોના જવાબ આપે છે. ઊંડા દાર્શનિક પ્રશ્નોથી લઈને નાની સમસ્યાઓ સુધી તમે ChatGPT ને પૂછી શકો છો. તમે આના પર જે પ્રશ્નો પૂછો છો. તે લગભગ સચોટ જવાબ આપે છે. આ જ કારણ છે, જેના કારણે ChatGPT થોડા જ દિવસોમાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. અને હવે બે મહિનામાં તે 100 મિલિયન એટલે કે 10 કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો છે.

OpenAI શું છે?

ChatGPT ની સાથે, OpenAI વિશે લોકોમાં ઘણી મૂંઝવણ છે. ખરેખર, OpenAI નામથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે કંઈક ખુલ્લું હશે, પરંતુ તે એક કંપનીનું નામ છે, જેણે ChatGPT બનાવ્યું છે. તાજેતરમાં કંપનીએ તેનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન બહાર પાડ્યો છે. એટલે કે, કંપની પાસે બાસ-ફ્રી સેવા પણ છે, પરંતુ સબ્સ્ક્રિપ્શન સેવા ખૂબ ઝડપી છે અને નવા ફીચર્સ સાથે આવે છે.

આપને જણાવી દઈએ કે OpenAI એ 30 નવેમ્બર, 2022 ના રોજ ChatGPT લોન્ચ કર્યું છે. ઓપન એઆઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સંશોધન કરતી કંપની છે. તેની શરૂઆત વર્ષ 2015માં એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન દ્વારા કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2018માં એલોન મસ્કે આ કંપની છોડી દીધી હતી. માઈક્રોસોફ્ટ સહિત ઘણી મોટી ટેક કંપનીઓ ઓપનએઆઈમાં રોકાણ કરે છે.

શું AI સર્ચ એન્જિનને ખતમ કરી દેશે ?

જવાબ છે ના. ChatGPTના લોન્ચિંગ પછી તેની લોકપ્રિયતાને જોઈને, Google સહિત ઘણા ટેક જાયન્ટ્સે સર્ચ એન્જિનને ખતરો ગણાવ્યો હતો. પણ હવે એવું લાગતું નથી. માઇક્રોસોફ્ટે તાજેતરમાં તેની ઘણી બધી સેવાઓ ChatGPT થી સજ્જ કરી છે અને આજે માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત નવા Bing અને Ad બ્રાઉઝરની જાહેરાત કરી છે.

Google એ બાર્ડની જાહેરાત સાથે એમ પણ કહ્યું છે કે નવા AI ટૂલ્સની મદદથી, Google વપરાશકર્તાઓને બુદ્ધિ અને સર્જનાત્મકતાના સંયોજનથી સજ્જ જવાબો પ્રદાન કરવા જઈ રહ્યું છે. હાલમાં, Google લોકોના પ્રશ્નોના જવાબ આપવા માટે અન્ય વેબસાઇટ્સની લિંક્સ પ્રદાન કરે છે. એટલે કે, ગૂગલ સર્ચ એન્જિન બંધ થવાનું નથી, બલ્કે કંપની તેના સર્ચ એન્જિન સાથે AI ચેટબોટને અપડેટ કરી શકે છે.

Next Article