Tech News: એપલે ટ્વિટર પર ફરી શરૂ કરી જાહેરાત, એલોન મસ્કે કર્યો દાવો

|

Dec 05, 2022 | 12:07 PM

એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પાછા ફર્યા છે. મસ્કે રવિવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. મસ્ક ટ્વિટર પર પાછા ફરવા બદલ જાહેરાતકર્તાઓનો આભાર માનવા માટે માત્ર એક નોંધ લખી.

Tech News: એપલે ટ્વિટર પર ફરી શરૂ કરી જાહેરાત, એલોન મસ્કે કર્યો દાવો
Elon Musk
Image Credit source: File Photo

Follow us on

ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર પાછા ફર્યા છે. મસ્કે રવિવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. મસ્ક ટ્વિટર પર પાછા ફરવા બદલ જાહેરાતકર્તાઓનો આભાર માનવા માટે માત્ર એક નોંધ લખી. તમને જણાવી દઈએ કે હાલમાં જ મસ્કે ટેક્નોલોજી દિગ્ગજ એપલની ટીકા કરતા ટ્વિટ કર્યું હતું કે એપલે તેના એપ સ્ટોરમાંથી ટ્વિટર પાછું ખેંચવાની ધમકી આપી છે.

વાસ્તવમાં, મસ્કના ટ્વિટર હસ્તાંતરણ બાદથી ઘણા લોકો દ્વારા મસ્કનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ટ્વિટરના ભૂતપૂર્વ સુરક્ષા વડા યોએલ રોથે મસ્કના નેતૃત્વમાં ટ્વિટરને અસુરક્ષિત ગણાવ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ અને સુરક્ષા ટીમની ચેતવણી છતાં ટ્વિટર બ્લુ પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં ફેરફાર શરૂ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પેઈડ બ્લુ સબસ્ક્રિપ્શનમાં યુઝર્સને 8 ડોલરમાં વેરિફાઈડ ચેકમાર્કની સુવિધા આપવામાં આવે છે. પરંતુ કંપનીએ તેના મોટાભાગના કર્મચારીઓને કાઢી મૂક્યા છે, જેનાથી યુઝર્સના ડેટા પર જોખમ પણ વધી શકે છે. જણાવી દઈએ કે રોથના રાજીનામા બાદ ટ્વિટર પર જાહેરાત કરતી કંપનીઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી.

એપલ જાહેરાત ફરી શરૂ કરવાનો દાવો કરે છે

આપને જણાવી દઈએ કે ટ્વિટર પર વિશ્વના સૌથી અમીર વ્યક્તિએ સીઈઓનું પદ સંભાળ્યા બાદથી ઘણી કંપનીઓએ જાહેરાત બંધ કરી દીધી છે, આ જાહેરાતકર્તાઓની યાદીમાં ફાઈઝર, જીએમ જેવી અન્ય બ્રાન્ડ પણ સામેલ છે. અહેવાલો અનુસાર ટ્વિટર સ્પેસ મંત્રણા દરમિયાન, મસ્કે કહ્યું કે Appleએ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર જાહેરાત સંપૂર્ણપણે ફરીથી શરૂ કરી દીધી છે. અહેવાલો એમ પણ કહે છે કે આઇફોન કંપની સોશિયલ મીડિયા નેટવર્ક પર સૌથી મોટી જાહેરાતકર્તાઓમાંની એક છે.

મસ્કની નવી યોજના શું છે?

એલોન મસ્ક હવે ટ્વિટર પર વેરિફિકેશન માટે માત્ર બ્લુ ટિક નહીં આપે. તેના બદલે આ પ્લેટફોર્મ પર ત્રણ રંગીન વેરિફિકેશન બેજ ઉપલબ્ધ હશે. મસ્કે પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે કહ્યું ‘વિલંબ બદલ માફ કરશો, અમે આવતા શુક્રવારે વેરિફાઈડ સર્વિસ શરૂ કરી રહ્યા છીએ.’

તેમણે કહ્યું કે હવે ટ્વિટર પર ત્રણ રંગોના વેરિફાઈડ બેજ ઉપલબ્ધ થશે. આમાં કંપનીઓને ગોલ્ડ બેજ આપવામાં આવશે. જ્યારે સરકાર અને સરકારી એજન્સીઓને ગ્રે બેજ આપવામાં આવશે. જ્યારે બ્લુ વેરિફિકેશન બેજ સેલિબ્રિટી અથવા વ્યક્તિગતને આપવામાં આવશે. આ તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સ પણ મેન્યુઅલી ઓથેન્ટિકેટ થશે.

Published On - 7:44 pm, Sun, 4 December 22

Next Article