28 લાખમાં વેચાયો 15 વર્ષ જૂનો Apple iphone, પરંતુ કેમ ? જાણો તેની પાછળનું કારણ

Apple iPhoneના આ મોડલમાં ટચસ્ક્રીન આપવામાં આવી હતી અને આ ફોનમાં કંપનીએ 2 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપ્યો હતો. આ સાથે આ ડિવાઈસમાં વેબ બ્રાઉઝર અને વિઝ્યુઅલ વોઈસમેલની સુવિધા પણ આપવામાં આવી હતી.

28 લાખમાં વેચાયો 15 વર્ષ જૂનો Apple iphone, પરંતુ કેમ ? જાણો તેની પાછળનું કારણ
Steve Jobs Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 9:49 AM

એપલ આઈફોન (Apple iPhone)ના મૉડલ મોંઘા હોય છે, આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ અને કેટલાક મૉડલની કિંમત લાખોમાં પણ હોય છે, પરંતુ શું તમે માનશો કે આજે એટલે કે 2022ના બરાબર 15 વર્ષ પહેલાં રજૂ કરાયેલું iPhone મૉડલ રૂ. 28 લાખમાં વેચાયું છે? આ Apple iPhoneની કિંમતે બધાને ચોંકાવી દીધા છે. આપની જાણકારી માટે, જણાવી દઈએ કે 28 લાખ રૂપિયામાં જે મોડલ વેચાયું છે તે સીલબંધ બોક્સમાં 2007નું એપલ (Apple) ફર્સ્ટ જનરેશન આઈફોનનું મોડલ છે.

આપને જણાવી દઈએ કે આ iPhone મોડલ યુએસમાં એક નિલામી દરમિયાન 35000 ડોલર (લગભગ 28 લાખ રૂપિયા)માં વેચવામાં આવ્યું છે. યાદ કરો કે 9 જાન્યુઆરી, 2007ના રોજ એપલના સીઈઓ સ્ટીવ જોબ્સે સાન ફ્રાન્સિસ્કોમાં મેકવર્લ્ડ કન્વેન્શનમાં એપલ આઈફોનનું અનાવરણ કર્યું હતું. આ iPhone મોડેલ કેમેરા, iPod અને વેબ-બ્રાઉઝિંગ જેવી વસ્તુઓ કરવાની ક્ષમતા સાથે ટચસ્ક્રીન મોબાઇલ ઉપકરણ હતું. ચાલો હવે અમે તમને 2007માં રજૂ કરાયેલા આ iPhone મોડલમાં આપવામાં આવેલા ફીચર્સ વિશે જણાવીએ.

2007માં સ્ટીવ જોબ્સે આ iPhone બતાવ્યો, જુઓ ફીચર્સ

Apple iPhoneના આ મોડલમાં ટચસ્ક્રીન આપવામાં આવી હતી અને આ ફોનમાં કંપનીએ 2 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપ્યો હતો. આ સાથે આ ડિવાઈસમાં વેબ બ્રાઉઝર અને વિઝ્યુઅલ વોઈસમેલની સુવિધા પણ આપવામાં આવી હતી. યાદ અપાવી દઈએ કે આ iPhone જૂન 2007માં યુએસમાં 499 ડોલરની કિંમત સાથે રજૂ કરવામાં આવ્યો હતો,

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

જણાવી દઈએ કે આ કિંમત ફોનના 4 GB મોડલ માટે હતી. ત્યારે 8 GB મોડલની કિંમત 599 ડોલર હતી. ZDNetના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ iPhone મોડલનું 8 GB મોડલ હમણાં જ યુએસમાં યોજાયેલી હરાજીમાં 35,414 ડોલરમાં વેચાયું છે. આપને જણાવી દઈએ કે જૂના iPhone મોડલની વાત છે, કંપની હવે ગ્રાહકો માટે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તેની નવી iPhone 14 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">