Tech News : Apple iOS 16 તૈયાર, હવે એપલ ડિવાઈસમાં જોવા મળશે ઈન્ટરેક્શન અને ઈન્ટરફેસ સાથે નવા એપ

|

May 25, 2022 | 1:33 PM

એપલ દ્વારા iOS 14 માં પ્રથમ વખત વિજેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, કારણ કે ઘણા Apple વપરાશકર્તાઓએ તેની માગ કરી હતી, જ્યારે Android ફોનમાં આ સુવિધા લાંબા સમયથી છે.

Tech News : Apple iOS 16 તૈયાર, હવે એપલ ડિવાઈસમાં જોવા મળશે ઈન્ટરેક્શન અને ઈન્ટરફેસ સાથે નવા એપ
Apple iOS 16 feature and interface
Image Credit source: Twitter

Follow us on

Apple iOS 16 feature and interface: દર વર્ષે એપલ (Apple)તેના વપરાશકર્તાઓની સુવિધા માટે નવા અપડેટ્સ બહાર પાડે છે. આ વર્ષે કંપની iOS 16 રજૂ કરશે. આ ઉપરાંત, નવા macOS, iPad OS, Watch OS અને TV OS અને હોમપેડ અને એરટેગ્સ સહિત ઘણું બધું લોન્ચ કરવામાં આવશે. આજે અમે તમને iOS 8 ના પાંચ ખાસ ફીચર્સ (Apple New Features) વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  1. Interactive Widgets: એપલ દ્વારા iOS 14 માં પ્રથમ વખત વિજેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, કારણ કે ઘણા Apple વપરાશકર્તાઓએ તેની માગ કરી હતી, જ્યારે Android ફોનમાં આ સુવિધા લાંબા સમયથી છે. જો કે, Android કરતાં iOS વિજેટ્સ વધુ લોકપ્રિય છે. એન્ડ્રોઇડમાં ઘણા વિજેટ્સ ઉપલબ્ધ છે, જે ચોક્કસ કાર્યો કરવા દે છે.
  2. New Stock Apple Apps: એપલ આ વખતે કેટલાક નવા ફેરફાર કરવા જઈ રહી છે, જેના પછી યુઝર્સને એપલની નવી એપ્સ જોવા મળશે. આ સાથે એપલની કેટલીક નવી એપ્સ પણ તેમાં જોવા મળશે. એપલ ક્લાસિકલ સર્વિસને iOS 15ના બીટા વર્ઝનમાં સામેલ કરવામાં આવી છે, જેમાં સામે આવ્યું હતું કે કંપની વધુ નવી એપ્સ લાવી શકે છે.
  3. VR Headset માટે એડવાન્સ સપોર્ટ: Apple નવા iOS માં VR અને AR હેન્ડસેટને સપોર્ટ કરવાની યોજના ધરાવે છે. આ સાથે iPhone યુઝર્સને એક નવો અનુભવ મળશે. તેની મદદથી, iOS 16 VR ડેટાસેટ્સને સપોર્ટ કરશે. વાસ્તવમાં, વીઆર અને એઆર સુવિધાઓ માટે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થશે.
  4. Changes to Notifications: અન્ય એક રિપોર્ટ અનુસાર Apple આ વર્ષે નવા પ્રકારના નોટિફિકેશન આપી શકે છે. તેની જાણકારી અંગ્રેજી વેબસાઈટ makeuseof દ્વારા આપવામાં આવી છે, ત્યારબાદ નોટિફિકેશનનો લેઆઉટ થોડો અલગ દેખાઈ શકે છે. જો કે હજુ સુધી કંપનીએ કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.
  5. SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
  6. નવા હેલ્થ-ટ્રેકિંગ ફીચર્સઃ Mark Gurman એ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર જણાવ્યું હતું કે Apple આ વર્ષે નવા હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ પણ અપડેટ કરી શકે છે, જે iPhone યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
Next Article