Technology News: Apple ડિવાઈસમાં મળશે Lockdown મોડ, કોઈ નહીં કરી શકે જાસૂસી

|

Jul 07, 2022 | 4:16 PM

એપલ (Apple) તેના વપરાશકર્તાઓને સ્પાયવેર જેવા ખતરનાક જાસૂસી હુમલાઓથી બચાવવા માટે એક નવું સુરક્ષા ફીચર લાવી રહ્યું છે. એપલે આ નવા સિક્યોરિટી ફીચરને "લોકડાઉન" નામ આપ્યું છે.

Technology News: Apple ડિવાઈસમાં મળશે Lockdown મોડ, કોઈ નહીં કરી શકે જાસૂસી
Apple iPhone
Image Credit source: TV9 Digital

Follow us on

ટેક્નોલોજી (Technology)આજે ઘણી આગળ વધી ગઈ છે દરરોજ કંઈક નવું આવતું રહે છે ત્યારે આ ડિજિટલ યુગમાં તમારા ફોનની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. ત્યારે આપણે બધા જાણીએ છીએ કે સિક્યોરિટીના મામલામાં એપલ (Apple)હંમેશા અન્ય કંપનીઓ કરતાં આગળ રહ્યું છે. જો કે, તે એપલ માટે એ શરમજનક હતું, જ્યારે ઘણા સંશોધન અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ (Pegasus)પણ Apple ઉપકરણોની જાસૂસી કરી શકે છે.

સરકાર નહીં કરી શકે જાસૂસી

આવી સ્થિતિમાં, Apple તેના વપરાશકર્તાઓને સ્પાયવેર જેવા ખતરનાક જાસૂસી હુમલાઓથી બચાવવા માટે એક નવું સુરક્ષા ફીચર લાવી રહ્યું છે. એપલે આ નવા સિક્યોરિટી ફીચરને “લોકડાઉન” નામ આપ્યું છે, જેને કંપની ટૂંક સમયમાં જ રોલ આઉટ કરવા જઈ રહી છે. લોકડાઉન સિક્યોરિટી ફીચર iPhone, iPad અને Mac કમ્પ્યુટર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ ફીચર એપલ ડિવાઈસને એકદમ સિક્યોર બનાવશે, જેથી કોઈ હેકર્સ એપલ ડિવાઈસ પર અટેક કરી શકશે નહીં. કંપનીનો દાવો છે કે લોકડાઉન મોડ આવ્યા બાદ ખતરનાક ઈઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કોઈપણ દેશની સરકાર જાસૂસી કરી શકશે નહીં.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

લોકડાઉન મોડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

Appleના નવા લોકડાઉન મોડનું ટેસ્ટિંગ વર્ઝન રિલીઝ કરવામાં આવશે, જેથી સુરક્ષા સંશોધકો કોઈપણ ભૂલો અથવા નબળાઈઓને ઓળખી શકશે. આપને જણાવી દઈએ કે એપલ સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં તેના ઉપકરણ ઓપરેટિંગ સિસ્ટમ માટે તેના લેટેસ્ટ અપડેટ્સ રિલીઝ કરે છે. જો કે, તમામ દેશો ઇન-હાઉસ મોબાઇલ ફોન હેકિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. હાલમાં, ખાનગી કંપનીઓ જેમ કે ઇઝરાયેલનું NSO ગ્રુપ વર્ષોથી વિશ્વભરની સરકારી એજન્સીઓને ફોન હેકિંગ સોફ્ટવેર વેચી રહી છે.

યુએસ ડિપાર્ટમેન્ટે સ્પાયવેર પર પ્રતિબંધ મૂક્યો છે

ગયા વર્ષે, એપલ તરફથી સરકાર દ્વારા હેકિંગ માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવા બદલ NSO જૂથ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એપલની ફરિયાદ બાદ યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા NSO જૂથને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે.

Next Article