એલોન મસ્કે ટ્વિટર ખરીદતાની સાથે જ એક્સ ગર્લફ્રેન્ડ એમ્બર હર્ડે ભર્યું મોટું પગલું, જાણીને થશે આશ્ચર્ય

|

Nov 05, 2022 | 12:43 PM

ટ્વિટરને ખરીદ્યા બાદ એલોન મસ્કે કંપનીમાં હલચલ મચાવી દીધી છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે અને કંપનીમાં પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે.

એલોન મસ્કે ટ્વિટર ખરીદતાની સાથે જ એક્સ ગર્લફ્રેન્ડ એમ્બર હર્ડે ભર્યું મોટું પગલું, જાણીને થશે આશ્ચર્ય
Amber Heard and Elon Musk
Image Credit source: File Photo

Follow us on

અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી ઘણી હસ્તીઓ પ્લેટફોર્મ છોડી રહી છે. દરમિયાન, હવે ટ્વિટર પર લોકોને એલોન મસ્કની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી એમ્બર હર્ડનું ટ્વિટર એકાઉન્ટ નથી મળી રહ્યું. લોકો ટ્વિટર પર તેમના યુઝર અને નામ લખીને તેમનું એકાઉન્ટ શોધી રહ્યાં છે, પરંતુ તેમને મળી રહ્યું નથી. ટ્વિટર પર એવી ચર્ચા છે કે એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ એમ્બરે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડી દીધું છે.

આપને જણાવી દઈએ કે ટ્વિટરને ખરીદ્યા બાદ એલોન મસ્કે કંપનીમાં હલચલ મચાવી દીધી છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે અને કંપનીમાં પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. તાજેતરમાં જ એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન (રૂ. 3.65 લાખ કરોડ) ડોલરમાં ખરીદ્યું હતું. આ સાથે એલોન મસ્કે બ્લુ ટિક (વેરિફાઈડ એકાઉન્ટ) માટેની ફી પણ જાહેર કરી છે.

અહેવાલો અનુસાર, યુટ્યુબર મેથ્યુ લુઈસે સૌથી પહેલા ટ્વિટર પરથી એમ્બર હર્ડનું એકાઉન્ટ ગાયબ થવાની માહિતી આપી હતી. તેણે બુધવારે ટ્વીટ કર્યું, ‘એમ્બર હર્ડે તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેણે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો જેમાં એક મેસેજ લખેલો છે, આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી.’

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

એમ્બરનું ખાતું કેમ બંધ કરાયું?

એમ્બર હર્ડે પોતાનું એકાઉન્ટ શા માટે બંધ કર્યું અથવા તેનું એકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવ્યું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જો કે, યુઝર્સ આ રીતે ટ્વિટર પરથી તેના ગાયબ થવા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો એલોન મસ્કને તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવા પાછળનું કારણ માની રહ્યા છે. જો કે આ મામલે એમ્બર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

એમ્બર અને એલોનની લવ સ્ટોરી

2016માં હોલીવુડ એક્ટર જોની ડેપથી અલગ થયા બાદ એમ્બર હર્ડે એલોન મસ્કને ડેટ કરવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે એમ્બર અને જોની વર્ષ 2010માં મળ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બાદમાં વર્ષ 2015માં બંને સ્ટાર્સે એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, આ લગ્ન માત્ર એક વર્ષ જ ચાલ્યા અને બંને અલગ થઈ ગયા. આ પછી જ મસ્ક અને એમ્બર નજીક આવ્યા, પરંતુ બંને એક વર્ષ સુધી સાથે રહ્યા અને પછી દૂર થઈ ગયા. આ પછી, વર્ષ 2018 માં બંને ફરીથી સાથે આવવાની ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ થોડા મહિનામાં આ સંબંધ ફરીથી તૂટી ગયો.

Published On - 8:35 pm, Fri, 4 November 22

Next Article