સાવધાન! AI Deepfakeના કારણે ઝડપથી વધી રહી છે આ ઈન્ડસ્ટ્રી, ક્યાંક તમારો પણ ન બની જાય અશ્લીલ વીડિયો
ડીપફેક એ વીડિયો અને ઈમેજીસને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ વડે એડિટ કરીને બનાવવામાં આવે છે. સેલિબ્રિટીની સાથે સાથે સામાન્ય લોકોની તસવીરોને ખોટી રીતે એડિટ કરીને એડલ્ટ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. આ તમામ કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા થાય છે.

જ્યાં જુઓ ત્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ચર્ચા છે. આ ટેક્નોલોજીએ દરેકને તેના દિવાના બનાવી દીધા છે. લોકો આ ટેક્નોલોજીનો ઉપયોગ અલગ-અલગ કામોમાં કરી રહ્યા છે. જો કે, તેનું બીજું પાસું છે જ્યાં AI એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. હા, અમે ડીપફેક પોર્નોગ્રાફી વિશે વાત કરી રહ્યા છીએ, જે ખાસ કરીને મહિલાઓને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ડીપફેક એ વીડિયો અને ઈમેજીસને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ વડે એડિટ કરીને બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: Fruit Farming: આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, કિંમત છે લાખોમાં, ખાસિયત જાણીને ચોંકી જશો
ઘણા સમયથી એડલ્ટ કન્ટેન્ટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા AI ટૂલ્સના આગમનથી ડીપફેક પોર્ન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. સેલિબ્રિટીની સાથે સાથે સામાન્ય લોકોની તસવીરોને ખોટી રીતે એડિટ કરીને એડલ્ટ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. આ તમામ કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા થાય છે.
પ્રથમ ડીપફેક કેસ
ઘણા વર્ષો પહેલા ડીપફેક પોર્નનો પર્દાફાશ થયો હતો જ્યારે એક Reddit યુઝરે એક ક્લિપ શેર કરી હતી. જેમાં પોર્ન એક્ટર્સની સાથે મહિલા સેલિબ્રિટીના ચહેરા પણ બતાવવામાં આવ્યા હતા. આ પછી એવા ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં ઈન્ફ્લુએન્સર, પત્રકારો અને અન્ય સેલિબ્રિટીઓને શિકાર બનાવવામાં આવી છે.

ડોક્યુમેન્ટ્રી ‘અનધર બોડી’માં બતાવવામાં આવ્યું છે કે એક કોલેજ સ્ટુડન્ટને તેની ડીપફેક પોર્નોગ્રાફી વિશે ખબર પડે છે. આ પછી તે ન્યાય મેળવવા માટે લડે છે. (ફોટો ક્રેડિટ: Another Body)
AIથી ડીપફેક કંટેન્ટ બનાવવું સરળ બન્યુ
કેટલાક લોકોએ તેમના એક્સ પાર્ટનરને નુકસાન પહોંચાડવા માટે AI ડીપફેકનો આશરો લીધો છે. કેટલાક AI ટૂલ વપરાશકર્તાઓને તેમની પોતાની એડલ્ટ સામગ્રી બનાવવાની પણ મંજૂરી આપે છે. AI સાથે કોઈપણ વ્યક્તિ માટે એડલ્ટ કંટેન્ટ બનાવવું ખૂબ જ સરળ બની ગયું છે. આ માટે ફક્ત તે વ્યક્તિની એક તસવીરની જરૂર છે અને અશ્લીલ સામગ્રી પળવારમાં તૈયાર થઈ જશે.
ઓનલાઈન સેફ્ટી છે જરૂરી
ડીપફેકના જોખમને સમજીને, આર્ટિફિશિયલ ટૂલ્સ અને સોફ્ટવેરોએ વપરાશકર્તાઓની સુરક્ષા માટે ઘણા પગલાં લીધાં છે. OpenAI, Midjourney અને Stability AI જેવા પ્લેટફોર્મ્સે એઆઈ ડીપફેક્સના નુકસાનને ટાળવા માટે એડલ્ટ કંટેન્ટ અને પસંદ કરેલા કીવર્ડ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોએ ઓનલાઈન તસવીરો કે વીડિયો પોસ્ટ કરતી વખતે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારી ઈમેજ કે વીડિયો ખોટા હાથમાં ન જાય. એટલા માટે પ્રાઈવસીનું ધ્યાન રાખો.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…