Tech News: દેશમાં આ મહિનાથી શરૂ થશે 5G સેવા, અશ્વિની વૈષ્ણવે કહ્યું ટૂંક સમયમાં થશે સ્પેક્ટ્રમની હરાજી

|

May 19, 2022 | 1:21 PM

5G Service In India: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ડિજિટલ અંતરને ઘટાડવું એક એવી દુનિયામાં વધુ મહત્વનું બની જાય છે જ્યાં ટેક્નોલોજી આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Tech News: દેશમાં આ મહિનાથી શરૂ થશે 5G સેવા, અશ્વિની વૈષ્ણવે કહ્યું ટૂંક સમયમાં થશે સ્પેક્ટ્રમની હરાજી
Communications Minister Ashwini Vaishnaw
Image Credit source: File Photo

Follow us on

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું કે 5G સેવાઓ માટે લગભગ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સેવા સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં શરૂ થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું કે ડિજિટલ અંતરને ઘટાડવું એક એવી દુનિયામાં વધુ મહત્વનું બની જાય છે જ્યાં ટેક્નોલોજી આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આથી સરકાર પણ સમાવેશી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે. દેશમાં આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી સ્વદેશી 5G (5G Service In India) સેવા શરૂ થશે. 5G દ્વારા 1.5 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

તેમણે ખાતરી આપી કે આ ટેક્નોલોજી સારી અને ઓછી કિંમત સાથે સારી ગુણવત્તાની હશે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે ભારતના 13 શહેરોમાં પ્રારંભિક તબક્કે 5જી સેવાઓ શરૂ થશે. ત્યારબાદ તેને તબક્કાવાર સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે.

નોકરીઓનું થશે સર્જન

ટેલિકોમ સચિવ કે રાજારામને જણાવ્યું હતું કે ભારત નેટથી લઈને સ્પેસ કોમ્યુનિકેશન અને 5G થી લઈ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવાઓ સુધીના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરશે. તે ક્ષેત્રોમાં વધુ નોકરીઓનું સર્જન થશે, જ્યાં હજુ ઘણી ઓછી છે. ટૂંક સમયમાં અમે નીતિગત અવરોધોને દૂર કરવાની આશા રાખીએ છીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કાઉન્સિલ એક લાખ લોકોને તાલીમ આપશે

ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલે જણાવ્યું હતું કે 5G, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિસિસ જેવી નવી ટેક્નોલોજી ભૂમિકાઓમાં 1.5 લાખથી વધુ વ્યાવસાયિકોની માગ છે. આ સેક્ટરમાં માગ અને પુરવઠા વચ્ચે 28 ટકાનું અંતર છે, જે વધતું રહેશે. કાઉન્સિલ 3 વર્ષમાં એક લાખ લોકોને 5G સેવાઓ માટે તાલીમ આપશે.

Next Article