5G Plans Price: થઈ ગયો ખુલાસો! 5G સ્પીડ ઇન્ટરનેટ માટે તમારે ચૂકવવી પડશે આટલી કિંમત
દરેક કંપની વહેલી તકે 5G સેવા (5G in India) લાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે 5G સેવા આવ્યા પછી લોકોએ પોતાના ખિસ્સાને કેટલું ઢીલું કરવું પડશે.

પીએમ મોદી(PM Modi)એ તાજેતરમાં સ્વતંત્રતા દિવસના દિવસે તેમના ભાષણમાં સંકેત આપ્યો હતો કે ભારતમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ (5G in India) કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 5G સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે ભારતમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ થશે. કેટલાક તાજેતરના અહેવાલોમાં, એવું પણ કહેવામાં આવ્યું છે કે એરટેલ અને જિયો આ મહિનાના અંત સુધીમાં તેમની પ્રથમ તબક્કાની 5G સેવા શરૂ કરી શકે છે. આપને જણાવી દઈએ કે Vodafone Idea ઉર્ફે Vi પણ જલ્દી 5G સર્વિસ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. દરેક કંપની વહેલી તકે 5G સેવા લાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે 5G સેવા આવ્યા પછી તમારે લોકોએ તમારા ખિસ્સાને કેટલું ઢીલું કરવું પડશે.
ટેલિકોમ કંપનીઓએ હજુ સુધી 5Gની કિંમત નક્કી કરવાની બાકી છે, પરંતુ આ પહેલા એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં ઈન્ડિયા ટુડે ટેક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એરટેલ 5G પ્લાનની કિંમત 4G પ્લાનની કિંમતો જેટલી જ હશે. ભારતમાં કઈ કંપની તેની 5G સેવા સૌથી પહેલા શરૂ કરશે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
બીજી તરફ, Jio અને Viએ તેમની 5G સેવાની કિંમતો વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Jio 5G પ્લાન્સ અને Vi 5G પ્લાનની કિંમતો એરટેલ પ્લાનની કિંમતો સાથે સ્પર્ધાત્મક રીતે નક્કી કરવામાં આવશે. શરૂઆતમાં એફોર્ડેબલ પ્રાઈસ લોન્ચ કર્યા પછી, કંપનીઓ આવનારા મહિનાઓમાં કિંમતોમાં વધારો કરી શકે છે, જેમ કે 4G સાથે થયું હતું. ધીરે ધીરે, 4G પ્લાનની કિંમતો પણ વધતી ગઈ. પીએમ મોદીએ તાજેતરમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કહ્યું હતું કે 5G સ્પીડ 10X એટલે કે 4G કરતા 10 ગણી ઝડપી હશે.