ભારતીય વ્યક્તિએ OpenAIને 126 કરોડ રૂપિયામાં વેચ્યું સૌથી જૂનું ડોમેન નામ

OpenAI ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કંપની તેની એક ડીલને લઈને ચર્ચામાં છે. OpenAIએ આખરે Chat.comને ખરીદી લીધી છે, જે વિશ્વના સૌથી જૂના ડોમેન્સની યાદીમાં છે. કંપનીએ આ ડોમેન હબસ્પોટના સ્થાપક અને સીટીઓ ધર્મેશ શાહ પાસેથી ખરીદ્યું છે.

ભારતીય વ્યક્તિએ OpenAIને 126 કરોડ રૂપિયામાં વેચ્યું સૌથી જૂનું ડોમેન નામ
Chat.com
Follow Us:
| Updated on: Nov 11, 2024 | 4:57 PM

ChatGPT બનાવીને દુનિયામાં હલચલ મચાવનાર દિગ્ગજ કંપની OpenAI ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કંપની તેની એક ડીલને લઈને ચર્ચામાં છે. OpenAIએ આખરે Chat.comને ખરીદી લીધી છે, જે વિશ્વના સૌથી જૂના ડોમેન્સની યાદીમાં છે. કંપનીએ આ ડોમેન હબસ્પોટના સ્થાપક અને સીટીઓ ધર્મેશ શાહ પાસેથી ખરીદ્યું છે. OpenAIએ હવે Chat.com રીડાયરેક્ટને સીધું ChatGPT સાથે બદલ્યું છે.

તમને જણાવી દઈએ કે Chat.com સૌથી જૂના ડોમેન્સમાંથી એક છે. તેને સૌ પ્રથમ 1996માં રજીસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. ધર્મેશ શાહે તેને ગયા વર્ષે જ હસ્તગત કર્યું હતું. તેમણે આ ડોમેન માટે લગભગ 15.5 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કર્યો. જો આપણે તેને ભારતીય રૂપિયામાં ફેરવીએ તો આ રકમ લગભગ 130 કરોડ રૂપિયા થાય છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી

ધર્મેશ શાહે આ વર્ષે માર્ચમાં માહિતી આપી હતી કે તેમણે આ ડોમેન વેચી દીધું છે, પરંતુ તે સમયે તેમણે નામ જાહેર કર્યું ન હતું. આ પછી આ ડીલ વિશેની માહિતી તેમણે તાજેતરમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આપી હતી. હવે OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા આ ડીલને લઈને એક પોસ્ટ કરવામાં આવી છે. હવે તેની પોસ્ટ પરથી પુષ્ટિ થઈ છે કે Chat.com હવે OpenAIનો એક ભાગ બની ગઈ છે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

સેમ ઓલ્ટમેને પોતાની પોસ્ટમાં માત્ર Chat.com લખ્યું છે. OpenAI એ વિશ્વનું સૌથી જૂનું ડોમેન 15 મિલિયન ડોલરથી વધુમાં ખરીદ્યું છે. ધર્મેશ શાહે જણાવ્યું કે Chat.comને વેચવા માટે તેમને OpenAIના શેર મળ્યા હતા. જો કે, તેમણે હજુ આ ડીલ અંગે સંપૂર્ણ માહિતી આપી નથી.

આ ડીલ પછી ધર્મેશ શાહે X પર એક પોસ્ટ લખી, જેના પર તેમણે કહ્યું કે Chat.com એક આકર્ષક અને શાનદાર ડોમેન છે. આ એક એવું ડોમેન છે જે કોઈને સફળ પ્રોડક્ટ અથવા સફળ કંપની બનાવવા માટે પ્રેરિત કરે છે. તમને જણાવી દઈએ કે OpenAI આ ડોમેન દ્વારા તેના ઉત્પાદનોને વૈશ્વિક સ્તર પર લઈ જઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">