મોટાભાગના લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે, તેનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આવતા સેલથી ઘણો ફાયદો થાય છે. પરંતુ કેટલીકવાર આ સેલ મોટું નુકસાન પણ કરાવે છે. ઓનલાઈન શોપિંગ દરમિયાન ઘણા લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આમાં ઘણા પ્રકારની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ બધાથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ઘણી વખત તમે ઓનલાઈન શોપિંગ દરમિયાન નાની નાની ભૂલો કરતા હોવ છો, જે મોટું નુકશાન કરાવી શકે છે. જ્યારે તમે શોપિંગ કરો છો, ત્યારે તમે તમને ગમતી પ્રોડક્ટ પસંદ કરો છો અને ડાયરેક્ટ પેમેન્ટ ઓપ્શન પર જાઓ છો અને ઓર્ડર આપો છો. આમાં તમે કેટલીક વસ્તુઓ કરવાનું ભૂલી જાઓ છો જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. આમાં પહેલો વિકલ્પ ઓપન બોક્સ ડિલિવરી છે જેને તમારે હંમેશા યાદ રાખીને અનેબલ કરવો જોઈએ.
ઓપન બોક્સ ડિલિવરીમાં જ્યારે પણ તમારી પ્રોડક્ટની ડિલિવરી થાય છે, ત્યારે ડિલિવરી બોયની સામે તમારે અનબોક્સિંગનો વીડિયો બનાવાનો હોય છે. જેના કારણે જો સામાન ખરાબ હોય તો તેને પરત કરવામાં સરળતા રહે છે. જ્યાં સુધી તમે સંતુષ્ટ ન થાઓ ત્યાં સુધી ડિલિવરી કરનાર વ્યક્તિ ત્યાંથી જતો નથી. આ સિવાય રિટર્ન પોલિસીને ધ્યાનથી વાંચો અને તે વિકલ્પ પર પણ ક્લિક કરો.
ઓર્ડરની ડિલિવરી બાદ તેનું અનબોક્સિંગ કરતી વખતે હંમેશા તેનો વીડિયો બનાવી લેવો જોઈએ. કારણ કે તમામ શોપિંગ સાઈટ્સે તેની રિટર્ન પોલિસી બદલી છે, તેથી જો તમારી પાસે વીડિયો હશે, તો તમે સરળતાથી ખરાબ પ્રોડક્ટને રિટર્ન કરી શકશો.