OMG! શું તમે જાણો છો iPhone ને ચાર્જ કરવામાં કેટલું આવે છે વિજળીનું બિલ ? જાણીને તમે પણ ચોંકી જશો

દરેક વ્યક્તિ શક્ય તેટલી ઓછી વીજળીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર લોકોને પ્રશ્ન થાય છે કે ફોન ચાર્જ કરવામાં કેટલી વીજળી વપરાતી હશે. હવે આઇફોન પર આ સંશોધન કરવામાં આવ્યું છે.

OMG! શું તમે જાણો છો iPhone ને ચાર્જ કરવામાં કેટલું આવે છે વિજળીનું બિલ ? જાણીને તમે પણ ચોંકી જશો
Do you know how much electricity bill comes to charge iPhone?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:15 AM

એપલ આઈફોનને (Apple iPhone) ખૂબ જ લોકપ્રિય ફોન માનવામાં આવે છે. તાજેતરમાં iPhone 13 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. લોકો તેને ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. લોકો ફોન સાથે વિવિધ પ્રયોગો કરે છે અને તેની તાકાત તપાસે છે. હવે ફોન વિશે આવો ખુલાસો કરવામાં આવ્યો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરશે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે  iPhone ને ચાર્જ કરવા માટે કેટલો ખર્ચ થાય છે ? તેમજ તેને રાતભર ચાર્જ કરવો જોઈએ કે નહીં. ચાલો જાણીએ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું

દરેક વ્યક્તિ શક્ય તેટલી ઓછી વીજળીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર લોકોને પ્રશ્ન થાય છે કે ફોન ચાર્જ કરવામાં કેટલી વીજળી વપરાતી હશે. હવે આઇફોન પર આ સંશોધન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે આઇફોન છે, તો અમે તમને જણાવી દઇએ કે, આઇફોન ફુલ ચાર્જ કરવાથી બિલમાં વધારે વધારો થતો નથી.

ઉસ્વિચના (Uswitch) સંશોધન મુજબ, દિવસમાં એક વખત તેને ચાર્જ કરવાથી વર્ષ દરમિયાન સરેરાશ 5 પાઉન્ડ (513 રૂપિયા) થી ઓછો ખર્ચ થશે. આઇફોન 12 પ્રો મેક્સ ચાર્જ રાખવા માટે દર વર્ષે 3.14 (322 રૂપિયા) ખર્ચ થશે. આ દરરોજ 1p (રૂ. 1) થી ઓછું છે અને દર મહિને માત્ર 26p (રૂ. 26) છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ફોન માટે 20W ના ચાર્જરનો ઉપયોગ કરતા સંપૂર્ણ બેટરી ચાર્જ કરવામાં બે કલાક અને 27 મિનિટનો સમય લાગે છે. રકમની ગણતરી કરવા માટે Uswitch એ 17.2p પ્રતિ કિલોવોટ કલાકનો ઉપયોગ કર્યો.

આગના જોખમને કારણે કેટલાક લોકો રાતભર તેમના આઇફોનને ચાર્જ કરવા માટે સાવચેત રહે છે. પરંતુ જો તમે સલામતીનાં પગલાંનું પાલન કરો,જેમ કે યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો અને તેને ક્યારેય તમારા ઓશીકા નીચે ન મૂકવો, તો ફોન સલામત છે. જો તમે આ ન કરો તો તમારા ફોનની બેટરી સુરક્ષિત નથી. આ તમારી બેટરીને નુકસાન કરશે અને તેને ઝડપથી બદલવાની જરૂર પડશે.

આ પણ વાંચો –

Technology News: સિરીની મદદથી શોધો તમારો ખોવાયેલો iPhone, iPad, Mac, Apple Smart Watch, બસ કરવાનું છે આટલું

આ પણ વાંચો – 

Global Outage: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા બાદ Snapchat થયુ ડાઉન, સોશિયલ મીડિયામાં મીમ્સનું આવ્યુ પૂર

આ પણ વાંચો –

આજના દિવસે થઈ હતી સામૂહિક ધર્મ પરિવર્તનની સૌથી મોટી ઘટના, જાણો ઇતિહાસની 14 ઓક્ટોબરની મહત્વની ઘટનાઓ

g clip-path="url(#clip0_868_265)">