હવે ATMને ટચ કર્યા વગર ઉપાડી શકશો રોકડ, જાણો કઈ રીતે બનશે શક્ય

|

Feb 12, 2021 | 7:31 AM

ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે હવે રચ કર્યા વગર પણ ATM મશીનથી પૈસા ઉપાડી શકાય છે. હકીકતમાં, કોરોના રોગચાળાની શરૂઆત પછી, કેટલીક બેંકોએ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરી હતી.

હવે ATMને ટચ કર્યા વગર ઉપાડી શકશો રોકડ, જાણો કઈ રીતે બનશે શક્ય
યુપીઆઈ એપ્લિકેશન દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી શકશો

Follow us on

ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે હવે રચ કર્યા વગર પણ ATM મશીનથી પૈસા ઉપાડી શકાય છે. હકીકતમાં, કોરોના રોગચાળાની શરૂઆત પછી, કેટલીક બેંકોએ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરી હતી. જો કે, તે સંપૂર્ણપણે કોન્ટેક્ટલેસ રહી નથી. હવે માસ્ટરકાર્ડે AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજી(AGS Transact Technologies) સાથે કરાર કર્યો છેજે બાદ યુઝર્સને હવે 100% કોન્ટ્રેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.

આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ હશે. આ માટે, વપરાશકર્તાઓએ તેમના મોબાઇલ એપ્લિકેશનથી એટીએમ મશીનનો ક્યૂઆર કોડ (ATM QR Code)સ્કેન કરવો પડશે. હવે તમારે ડેબિટ કાર્ડ પિન અને તમારા ફોન પરની રકમ દાખલ કરવી પડશે. પ્રક્રિયાના અંતે, એટીએમ ટ્રાંઝેક્શન કરશે અને મશીન પૈસા ઉપાડશે. હાલના કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકને રકમ મૂકવા માટે એટીએમ મશીનને સ્પર્શ કરવો જરૂરી છે. હવે સ્કેનીંગ થયા બાદ એટીએમનો આખો વિકલ્પ ફોનમાં આવશે અને આગળની કાર્યવાહી ફોનમાં થવાની રહેશે. અંતે, એટીએમમાંથી પૈસા આવશે.

ATM ફ્રોડ પર અંકુશ આવશે
માસ્ટરકાર્ડ નેટવર્કનો ઉપયોગ કરતી બેન્કો AGS નો સંપર્ક કરી શકે છે. કંપનીના ગ્રુપ ચીફ ટેકનીકલ ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી એટીએમ ફ્રોડ પર રોક લગાવશે. તેમણે કહ્યું કે અમે છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બેંક ઓફ બરોડાએ સુવિધા શરૂ કરી
AGS ટેકનોલોજીએ બેંક ઓફ બરોડા સાથે કામ શરૂ કર્યું છે. અગાઉ બેંકની આ સેવા સંપૂર્ણપણે સંપર્કવિહીન ન હતી. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું 100 ટકા સંપર્કવિહીન બની ગયું છે.

Next Article