હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

મુંબઈ નજીકના થાણેમાં માર્ગો પર હવે ટ્રાફિક પોલીસ જોવા નહીં મળે. ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી નિભાવશે રોબોટ. અત્યાધુનિક રોબોટ માર્ગો પર ટ્રાફિકનું નિયમન કરશે. આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી પણ આપશે. ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતા આવા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હવે દેખાશે નહીં કેમ કે તેમની જગ્યા લેશે રોબોટ. જી હાં, રોડિયો નામનો આ રોબોટ હવે […]

હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ
Now robot will handle traffic
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 05, 2019 | 3:12 PM

મુંબઈ નજીકના થાણેમાં માર્ગો પર હવે ટ્રાફિક પોલીસ જોવા નહીં મળેટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી નિભાવશે રોબોટઅત્યાધુનિક રોબોટ માર્ગો પર ટ્રાફિકનું નિયમન કરશેઆ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી પણ આપશે.

ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતા આવા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હવે દેખાશે નહીં કેમ કે તેમની જગ્યા લેશે રોબોટજી હાં, રોડિયો નામનો આ રોબોટ હવે કરશે ટ્રાફિક નિયમનનું કામટ્રાફિક પોલીસની જેમ જ આ રોડિયો ઝેબ્રા ક્રોસિંગ પર આવશે અને વાહનોને થોભવાનો ઈશારો કરશે એટલે કે હાથ ઉપર કરી સ્ટોપનું બોર્ડ દાખવશે સાથે જ તેના શરીર પર લાગેલી સ્ક્રિન પર વાંચવા મળશે ટ્રાફિકના નિયમો.

ચેન્નઈની એક કંપનીએ આ રોબોટ તૈયાર કર્યો છે. જેનું નામ રોડિયો રાખ્યું છે. નામ પ્રમાણે તે રોડ પર જશે અને ટ્રાફિકનું નિયંત્રણ કરશે સાથે તેના શરીર પર સ્ક્રિન છે. જેના પર ટ્રાફિક નિયમો લખ્યા છે. આ ઉપરાંત એક લાઉડસ્પિકર છે જેના મારફતે તે લોકોને ટ્રાફિક નિયમો સમજાવશે અને તેનું ઉલ્લંઘન ન કરવા અપીલ કરશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

જુઓ VIDEO :

ખાસ વાત એ છે કે ચેન્નઈની એક કંપનીએ સાતથી નવ ધોરણના અમુક બાળકોને લઈને આ રોડિયોનું નિર્માણ કર્યું છે સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવેલો આ રોબોટ જો સફળ થશે તો તેને મુંબઈમાં પણ લાગુ કરવાની યોજના છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">