આ ટ્રીક તમને બચાવશે WhatsApp ના ફાલતુ ગ્રુપથી, તમારી મરજી વિરૂદ્ધ કોઈ નહીં કરી શકે તમને એડ

|

Jul 27, 2021 | 4:53 PM

ઘણા બધા વોટ્સએપ ગ્રૃપમાં એડ હોવાથી આપણને અમુક વાર ડિસ્ટર્બ થાય છે. કેટલીક વાર લોકો તમને પુછ્યા વગર જ તમને કોઇ પણ વોટ્સએપ ગ્રૃપમાં એડ કરી દે છે, જેને કારણે તમારો નંબર પણ લોકો સુધી પહોંચી જાય છે.

આ ટ્રીક તમને બચાવશે WhatsApp ના ફાલતુ ગ્રુપથી, તમારી મરજી વિરૂદ્ધ કોઈ નહીં કરી શકે તમને એડ
Now no one can add you to the WhatsApp group

Follow us on

દુનિયાભરના લાખો, કરોડો લોકો વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે વોટ્સએપ ખૂબ પ્રચલિત છે. વોટ્સએપમાં મેસેજની સાથે સાથે તમે વીડિયો કોલ, ઓડિયો કોલ અને ઓડિયો મેસેજ પણ મોકલી શકો છો. ફક્ત એક ક્લિક પર તમે કોઇની પણ સાથે સરળતાથી વાત કરી શકો છો. સાથે જ વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ પણ લોન્ચ કરતુ હરે છે. વોટ્સએપ આવવાથી લોકો એક બીજાથી નજીક આવી ગયા છે. અલગ અલગ દેશોમાં રહેતા લોકો પોતાના પરિજન સાથે વોટ્સએપના માધ્યમથી જોડાયેલા રહે છે.

 

આજકાલ તો દરેક ફેમિલીના પોતાના વોટ્સએપ ગ્રૃપ (WhatsApp Group) હોય છે. પરંતુ કેટલીક વાર આપણે આ ગ્રૃપથી કંટાળી જતા હોય એ છીએ. ઘણા બધા ગ્રૃપમાં એડ હોવાથી આપણને અમુક વાર ડિસ્ટર્બ થાય છે. કેટલીક વાર લોકો તમને પુછ્યા વગર જ તમને કોઇ પણ વોટ્સએપ ગ્રૃપમાં એડ કરી દે છે જેને કારણે તમારો નંબર પણ લોકો સુધી પહોંચી જાય છે. આજે અમે આનાથી બચવા માટેની ટ્રીક લઇને આવ્યા છીએ.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારા વોટ્સએપને અપડેટ કરો. અપડેટ કરવા માટે તમે ગુગલ પ્લે પર જઇ શકો છો.

 

આ સ્ટેપ્સને કરો ફોલોવ

1. વોટ્સએપ ઓપન કરીને તેમાં સેટિંગ્સ ઓપન કરો
2. સેટિંગ્સમાં તમને ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે જેમાંથી તમારે એકાઉન્ટ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે.
3. એકાઉન્ટમાં તમારી સામે પ્રાઇવસી, સિક્યોરીટી, ટૂ સ્ટેપ વેરિફિકેશન જેવા ઓપ્શન આવશે.
4. હવે તમે પ્રાઇવસી પર ક્લિક કરો જેમાં નીચે તમને ગ્રૃપનું ઓપ્શન જોવા મળશે
5. હવે તમને અહીં Everyone, My contacts અને Nobody ઓપ્શન જોવા મળશે.
6. અહીં ડિફોલ્ટ સેટિંગ Everyone રહે છે તેને ચેન્જ કરીને તમે My contacts અથવા તો Nobody કરી શકો છો.

 

આ પણ વાંચો – ફોર્બ્સ મેગેઝિનમાં પ્રકાશિત IIT કાનપુરના બે વિદ્યાર્થીઓની ઉપ્લબ્ધિની કહાની, પોર્ટેબલ વેન્ટિલેટર બનાવીને દેશનું નામ રોશન કર્યું

આ પણ વાંચો સાગરિકા શોનાનો મોટો ધડાકો: Raj Kundra ની કંપનીએ બિગ બોસની અર્શી ખાનને આટલા લાખની આપી હતી ઓફર

 

Next Article