હવે Microsoft કરશે ભવિષ્યવાણી! તોફાન, હીટવેવ અને ચક્રવાતને લઈને કરશે એલર્ટ

|

Jul 28, 2021 | 8:00 PM

માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઈકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટીએ 'સની લાઈવ્સ' (Sunny Lives) નામનું એક આર્ટીફિશિયલ ઈન્ટેલીજેન્સ મોડલ બનાવવા માટે પાર્ટનરશીપ કરી છે.

હવે Microsoft કરશે ભવિષ્યવાણી! તોફાન, હીટવેવ અને ચક્રવાતને લઈને કરશે એલર્ટ
File Image

Follow us on

ભારતમાં વર્ષ દરમિયાન ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવતી હોય છે, જેને કારણે કરોડોનું નુકસાન થાય છે અને હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભારતમાં લગભગ દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં પૂરની સ્થિતી ઉભી થાય છે. પરંતુ હવે માઈક્રોસોફ્ટ (Microsoft) આ બધી આપદાને લઈને આપણને ચેતવણી આપશે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માઈક્રોસોફ્ટ એક એવુ મોડલ તૈયાર કરી રહ્યું છે, જે આર્ટીફિશિયલ ઈન્ટેલીજેન્સની (Artificial Intelligence) મદદથી ભવિષ્યમાં આવનારી આપદાઓને લઈને ચેતવણી આપશે. એટલે કે તેની મદદથી તમે જાણી શક્શો કે ક્યારે હીટવેવ (Heatwave) આવવાની શક્યતા છે અથવા તો ક્યારે પૂર કે ચક્રવાત આવશે. આની મદદથી આફતોના સમયે લોકોના જીવને બચાવી શકાશે તેમજ થનાર નુક્સાનને પણ ઓછુ કરી શકાશે.

 

 

માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઈકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટીએ ‘સની લાઇવ્સ’ (Sunny Lives) નામનું એક આર્ટીફિશિયલ ઈન્ટેલીજેન્સ મોડલ બનાવવા માટે પાર્ટનરશીપ કરી છે. આ મોડલમાં ભારતમાં હીટવેવની આગાહી કરવાની ક્ષમતા હશે.

 

તે ચોક્કસ ભવિષ્યવાણી કરવા માટે આપત્તિઓના પ્રભાવનું પૂર્વાનુમાન લગાવવા માટે હાઈ રિઝોલ્યૂશન સેટેલાઈટ ઈમેજરી, આર્ટીફિશિયલ ઈન્ટેલીજેન્સ કોડિંગ અને આવાસ આકલનનો ઉપયોગ કરશે. આ મોડલનો ઉપયોગ ભવિષ્યમાં ભૂકંપ, તોફાન, જંગલમાં લાગતી આગ જેવી કુદરતી આપત્તિઓની ભવિષ્યવાણી માટે કરવામાં આવશે.

 

આ પણ વાંચો – શું તમને ખબર છે કે, ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ મળે છે તેમાં કેટલું સોનુ હોય છે ?

 

આ પણ વાંચો – Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

 

આ પણ વાંચો: મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

Next Article