હવે WhatsApp પરથી કરી શકાશે FASTag Recharge, આ નંબર પર મોકલો Hiનો મેસેજ

|

Sep 20, 2022 | 7:10 PM

કેટલાક કાર ચાલક એ વાતને લઈને ઘણીવાર હેરાન હોય છે કે ફાસ્ટેગ રીચાર્જ કરવામાં ઘણો ટાઈમ લાગે છે. હવે આ ટેન્શન ખત્મ થશે. FASTag Recharge અને એક ખાનગી બેન્ક દ્વારા ફાસ્ટેગ રીચાર્જ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે.

હવે WhatsApp પરથી કરી શકાશે FASTag Recharge, આ નંબર પર મોકલો Hiનો મેસેજ
FASTag Recharge from WhatsApp
Image Credit source: File photo

Follow us on

સમય સાથે અનેક વસ્તુઓમાં પરિવર્તન આવતા રહ્યા છે. પરિવર્તન એ દુનિયાનો નિયમ છે, તે વાત આજે ટેક્નોલોજી પર પણ લાગુ પડે છે. આદિકાળથી લઈને આધુનિક કાળ સુધી માનવજાતે ખુબ પ્રગતિ કરી છે. શોધ અને વિચારને કારણે થયેલી ક્રાંતિથી આજે દુનિયાભરના લોકોનું જીવન સરળ અને સુવિધાથી યુક્ત બન્યુ છે. તમારી પાસે જો કાર છે તો તમે FASTagના મહત્ત્વ વિશે જાણતા જ હશો. FASTag વગર ટોલ પ્લાઝાને પાર કરવાથી ડબલ ટોલ ટેક્સ ભરવો પડે છે. કેટલાક કાર ચાલક એ વાતને લઈને ઘણીવાર હેરાન હોય છે કે ફાસ્ટેગ રીચાર્જ કરવામાં ઘણો ટાઈમ લાગે છે. હવે આ ટેન્શન ખત્મ થશે. FASTag Recharge અને એક ખાનગી બેન્ક દ્વારા ફાસ્ટેગ રીચાર્જ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે.

હવે પહેલાની જેમ થર્ડ પાર્ટી એપ કે નેટબેન્કિંગ લોગ ઈન કર્યા વગર વોટ્સએપથી ફાસ્ટેગને રીચાર્જ કરવામાં આવશે. તેની પ્રક્રિયા પણ ખુબ સરળ છે. તેના માટે તમારે એક નંબર પર મેસેજ કરવાનો રહેશે. જાણો તેની પૂરેપૂરી પ્રક્રિયા વિશે.

વોટ્સએપથી FASTag Rechargeની પૂરેપૂરી પ્રતિક્રિયા

  1. આ સુવિધા IDFC First બેન્ક દ્વારા વોટ્સએપ સાથે મળીને શરુ કરવામાં આવી છે.
  2.  IDFC First બેન્કના ગ્રાહકોએ સૌ પ્રથમ પોતાના ફોનમાં, +919555555555 આ નંબર સેવ કરવો પડશે. આ IDFC First બેન્કનો વોટ્સએપ ચેટબોટ નંબર છે.
  3. આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
  4.  નંબર સેવ કર્યા પછી વોટ્સએપ પર Hi મેસેજ લખો. તેના પર રિચાર્જનો વિકલ્પ પસંદ કરો.
  5.  રિચાર્જનો વિકલ્પ પસંદ કર્યા બાદ તમે જેટલા રુપિયાનું ફાસ્ટેગ રીચાર્જ કરવા માંગતા હોઉ તે ધનરાશી તેમાં લખો.
  6. ત્યારબાદ ઓટીપીની મદદથી તમારા ટ્રાન્ઝેક્શનને આધાકારિક સહમતિ આપો. તેના પછી ટ્રાન્ઝેક્શન કમ્ફોર્મેશનનો મેસેજ આવશે.
  7. આ સુવિધાનો લાભ IDFC First બેન્કના એ ગ્રાહકો લઈ શકશે, જેની પાસે આ બેન્ક દ્વારા આપવામાં આવેલુ ફાસ્ટેગ હોય.

શું હોય છે FASTag?

FASTag ભારતમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નૉલૉજીનો ઉપયોગ પ્રિપેઇડ અથવા તેની સાથે જોડાયેલા સેવિંગ્સ એકાઉન્ટમાંથી અથવા સીધા જ ટોલ માલિકથી ટોલ ચૂકવણી કરવા માટે કરે છે. તે વાહનની વિન્ડસ્ક્રીન પર ચોંટી જાય છે અને ટોલ પ્લાઝા પર પૈસા આપવા માટે રોકાયા વિના ટોલ પ્લાઝામાંથી વાહન ચલાવવા માટે સક્ષમ બનાવે છે.

Next Article