AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિમ કાર્ડ ફ્રોડ કેસમાં Viને કોઈ રાહત નહીં, ભરવો પડશે 1.9 કરોડનો દંડ

ટેલિકોમ વિભાગ (DoT) એ પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ કેસમાં વોડાફોન-આઇડિયાને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે આગામી એક સપ્તાહમાં 1.9 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સિમ કાર્ડ ફ્રોડ કેસમાં Viને કોઈ રાહત નહીં, ભરવો પડશે 1.9 કરોડનો દંડ
Vodafone IdeaImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 2:10 PM
Share

પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ ફ્રોડ (SIM Card Fraud) કેસમાં ટેલિકોમ ટ્રિબ્યુનલ (TDSAT) દ્વારા Vodafone-Idea (Vi) ને રાહત આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. જે પહેલેથી જ દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડ (VIL) માટે બેવડો ફટકો છે. ટેલિકોમ વિભાગ (DoT)એ પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ કેસમાં વોડાફોન-આઈડિયાને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. આ સાથે આગામી એક સપ્તાહમાં 1.9 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વોડાફોન-આઈડિયાને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી

કોર્ટે પ્રી-એક્ટિવેટેડ સિમના વેચાણ પર ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા લાદવામાં આવેલા દંડ પર Viને રાહત આપવાનો ઈનકાર કર્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ જણાવ્યું હતું કે VIL (Vi) પર 1.9 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે, જે આ અઠવાડિયા સુધીમાં ચૂકવવો પડશે. જો આમ નહીં થાય, તો DoT બેંક ગેરંટી જપ્ત કરશે.

કોર્ટે તાત્કાલિક રકમ જમા કરાવવાનો આદેશ કર્યો

આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ધીરુભાઈ એન પટેલની અધ્યક્ષતાવાળી TDSATની બેન્ચે કહ્યું કે ‘અમે તમને આ મામલે રાહત આપી શકીએ નહીં. તમારે દંડની રકમ ચૂકવવી જ પડશે’. કોર્ટે આગળ કહ્યું કે ‘જો તમારા વતી કરવામાં આવેલો દાવો સાચો સાબિત થશે તો તે રકમ તમને એક સપ્તાહની અંદર પરત કરવામાં આવશે’.

શું છે સમગ્ર બાબત

વાસ્તવમાં મામલો પૂર્વ ઉત્તર પ્રદેશનો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રી-એક્ટિવેટેડ એટલે કે પહેલાથી એક્ટિવ સિમ મળી આવ્યા હતા, જેના સંદર્ભમાં વોડાફોન-આઈડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે સિમ કાર્ડ અગાઉ કેવી રીતે એક્ટિવેટ થયા.

દરેક સિમ પર લાગ્યો 50,000 દંડ

આ સિમ કાર્ડ કથિત રીતે VILના છૂટક ભાગીદારને વેચવામાં આવ્યા હતા. આ પછી માર્ચ 2020માં પોલીસ દરોડામાં રિટેલ ભાગીદારના પરિસરમાંથી પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ મળી આવ્યા હતા. થોડા દિવસો પછી ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા કંપનીને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત, ટેલિકોમ વિભાગે Vodafone-Idea (Vi)ને દરેક સિમ કાર્ડ માટે રૂ. 50,000ના દરે કુલ રૂ. 1.9 કરોડનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 22 માર્ચે થશે.

આ પણ વાંચો: Tech Tips: યાદ કરી લો આ ચાર ડિજિટનો કોડ, ઈન્ટરનેટ કે સ્માર્ટફોનની નહીં રહે જરૂર, ફટાફટ થશે પૈસા ટ્રાન્સફર

આ પણ વાંચો: Viral: શખ્સે ઊભા પણ ન રહી શકાય એવી ખતરનાક જગ્યાએ કર્યો સ્ટંટ, લોકોએ ગુસ્સામાં કહ્યું ‘નીચે પડી જાત તો વધુ લાઈક્સ મળ્યા હોત’

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">