New IT Rules : કેન્દ્રની ફટકાર બાદ Twitter ની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ થઇ અરજી

New IT Rules : નવા IT નિયમો અંગે અભિવ્યક્તિનો મુદ્દો ઉઠાવનાર Twitter વિરૂદ્ધ હવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

New IT Rules : કેન્દ્રની ફટકાર બાદ Twitter ની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ થઇ અરજી
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 28, 2021 | 4:38 PM

New IT Rules : સોશિયલ મીડિયા પર નવા નિયમો અને નિયંત્રણ અંગે કેન્દ્ર સરકારે તમા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને OTT ને નવા IT નિયમો લાગુ કરવા માટે આગામી 15 દિવસની અલ્ટીમેટમ આપ્યું છે. Twitter સિવાય લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમો લાગુ કરવા સંમત છે. IT ના નવા નિયમો અંગે અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો ઉઠાવનાર ટ્વીટરને કેન્દ્ર સરકારે ફટકાર લગાવી હતી. કેન્દ્ર સરકારની ફટકાર બાદ હવે ટ્વીટરની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ અરજી કેન્દ્ર સરકારે જાહેર કરેલા સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો (New IT Rules) અને ગાઈડલાઈન લાગુ ન કરવા બદલ Twitter વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ટ્વિટર વિરુદ્ધ આ અરજી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનાર એડવોકેટ અમિત આચાર્ય (Amit Acharya) દ્વારા કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ટ્વિટરને એક મહત્વપૂર્ણ સોશ્યલ મીડિયા કંપની તરીકે પોતાની કાયદાકીય ફરજો નિભાવવા જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેન્દ્ર સરકારે લગાવી હતી ફટકાર Twitter એ નવા IT નિયમો (New IT Rules) અંગે અભિવ્યક્તિની આઝાદી નો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ જ મુદ્દે કેન્દ્ર સરકારે ટ્વીટરને વેધક સવાલો પૂછ્યા હતા અને ટ્વીટરને ફટકાર લગાવી હતી. સરકારે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીની વાત કરનારું ટ્વીટર ભારત વિરોધી ખોટા સમાચાર, લખાણોને શેર કરે છે. ભારત-ચીન સીમા વિવાદમાં પણ ટ્વીટરે લદ્દાખને ચીનનો ભાગ ગણાવી દીધું હતું, અને આ ભૂલ સુધારવામાં પણ ઘણો સમય જતો રહ્યો હતો.

કેન્દ્ર સરકારે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે 26 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા માટે નવી ગાઈડલાઈન અને સાથે નવા IT નિયમો (New IT Rules) જાહેર કરવામાં આવ્યાં હતાં. આ નવા નિયમો લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને તેનો અમલ 26 મેથી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. હવે સરકારે આ નિયમો લાગુ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ નિયમોમાંથી એક નિયમ એ છે કે સોશિયલ મીડિયા કંપનીએ કોઈ પણ વિવાદિત, હિંસા ફેલાવનારા, ભડકાઉ અને દેશ વિરોધી પોસ્ટ શરૂ કરનારા એકાઉન્ટ વિશે સરકારને માહિતી આપવી પડશે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">