Google Messages એપમાં આવ્યું નવું ફીચર, હવે મેસેજ પણ કરો શિડ્યુલ

|

Feb 24, 2021 | 6:49 PM

હવે તમે ઈમેલની જેમ જ મેસેજને Schedule કરી શકશો. Google Messages એપ ગૂગલ મેસેજસમાં આ સુવિધા આપવાની છે. આ ફીચરનું નામ શિડ્યુલ છે.

Google Messages એપમાં આવ્યું નવું ફીચર, હવે મેસેજ પણ કરો શિડ્યુલ

Follow us on

હવે તમે ઈમેલની જેમ જ મેસેજને Schedule કરી શકશો. Google Messages એપ ગૂગલ મેસેજસમાં આ સુવિધા આપવાની છે. આ ફીચરનું નામ શિડ્યુલ છે. જેનાથી મેસેજ યુઝર્સને નિર્ધારિત સમય પર મળી જશે. એન્ડ્રોઈડ પોલીસના રિપોર્ટ અનુસાર આ ફીચર પહેલા નવેમ્બર 2020માં જોવા મળ્યું હતું, જે હવે બધા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

 

Google Messages એપમાં આ રીતે  Schedule કરો મેસેજ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જેમાં હવે શિડ્યુલ સેન્ડ ફીચરનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. તમે મેસેજ ટાઈપ કરો અને સેન્ડ બટનને થોડીવાર માટે દબાવીને રાખો. હવે તમને ટાઈમ સેટ કરવાનું પૂછવામાં આવશે. આ એ સમય છે જે સમયે મેસેજ જવો જોઈએ. સમય સાથે તમે તારીખ પર સેટ કરી શકો છો. આટલું કર્યા બાદ તમે સેન્ડ બટન દબાવી દો. આ મેસેજ શિડ્યુલ થઈ જશે.

 

જો તમારે કોઈ કારણસર આ મેસેજને કેન્સલ કરવો હોય તો અથવા Schedule સમયમાં ફેરફાર કરવો હોય તો તે કરી શકાય છે. તેમજ આ દરમ્યાન તમારે સ્માર્ટફોન ઓન રાખવાની જરૂર છે. આ ઉપરાંત ગૂગલ મેસેજના ચેટ ફીચરને પણ ઉપયોગ કરવો પડશે. આ દરમ્યાન તમારું ઈન્ટરનેટ કનેક્શન પણ ચાલુ હોવું જોઈએ.

 

રિપોર્ટ અનુસાર આ ફીચર ધીરે ધીરે યુઝર્સ સુધી પહોંચી રહ્યું છે. તેમજ તમારી પાસે ગૂગલ મેસેજ એપનું નવું વર્ઝન હોય પણ એક્ટિવ ના થયું હોય. તમારા ફોનમાં આ એપ ના હોય તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ગૂગલ મેસેજ ડાઉનલોડ કરી શકો છો. આ એપના 1 અરબથી વધારે વખત ડાઉનલોડ થઈ છે.

 

આ પણ વાંચો: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરી, કોઈ કર્મચારીનો જ હાથ હોવાની શંકા

Published On - 6:37 pm, Wed, 24 February 21

Next Article