Instragram પર આવી રહ્યું છે નવું ફીચર, ડિલીટ થયેલી સ્ટોરી રિકવર કરી શકાશે

|

Feb 19, 2021 | 2:53 PM

સોશિયલ મીડિયામાં હવે લોકોને  Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં  તમે તમારા ફોટા, વિડીયો અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો.

Instragram પર આવી રહ્યું છે નવું ફીચર, ડિલીટ થયેલી સ્ટોરી રિકવર કરી શકાશે

Follow us on

સોશિયલ મીડિયામાં હવે લોકોને  Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં  તમે તમારા ફોટા, વિડિઓ અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો. જેમાં લોકોને Instragram ની રીલ સુવિધા ખૂબ પસંદ છે. તેમાં કંપની હવે યુઝર્સની  જરૂરિયાત મુજબ નવી સુવિધાઓ લાવી રહી છે. Instragram  માં તેમાં એક નવી સુવિધા ઉમેરવામાં જઇ રહ્યું છે. અમે તમને આ નવી સુવિધા વિશે માહિતગાર કરી રહ્યા છે.

જેમાં સામાન્ય રીતે  તમે  ડીલીટ થયેલી  સ્ટોરી ને વાંચી શકતા નથી, પરંતુ  Instragram હવે આ ડિલીટ કરાયેલી સ્ટોરી ફરી વાંચવાની સુવિધા આપવા જઇ રહ્યું છે. જેમાં જો તમે ઇચ્છો તો તમે પોસ્ટને ફરીથી પાછી લાવી શકો છો. તમને જણાવી દઇએ કે જો તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કશું પણ મૂકી દો છો. તે  24 કલાકમાં જ ડિલીટ થઈ જાય છે. પરંતુ હવે નવી સુવિધા આવ્યા પછી તમે સરળતાથી જૂની સ્ટોરીને પાછી લાવી શકશો.

જો કે આ તેમાં મહત્વની બાબત એ છે કે સ્ટોરીને પરત મેળવવા માટે તમારે  24 કલાકની અંદર ઇન્સ્ટા સ્ટોરીને રીસ્ટોર કરી શકો છો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના બ્લોગ પર  શેર કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુઝર્સ હવે નવા અપડેટ બાદ ડિલીટ કરેલી પોસ્ટ્સ સરળતાથી જોઈ શકશે. આ સિવાય તેને રિસ્ટોર કરવાનો  વિકલ્પ પણ મળશે. જો કે, આ સુવિધા હજી સુધી દરેક માટે રોલઆઉટ કરવામાં આવી નથી. આગામી સમયમાં, બધા યુઝર્સને આ સુવિધા મળશે.

આ અંગે  ઇન્સ્ટાગ્રામ દ્વારા  કહેવામાં આવ્યું છે કે  આ સુવિધાનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ સુવિધા ફોટા, વિડિયોઝ, રીલ્સ અને આઇજીટીવી વિડિયોઝ માટે ખૂબ ઉપયોગી છે.  આ નવી સુવિધાને અપડેટ કરવા માટે તમારે  ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની સેટિંગ્સ પર જશો. ત્યારે  તમને મેસેજ રિસ્ટોર કરવાનો વિકલ્પ મળશે. જેમાં તમે રિસન્ટ  ડીલીટ કરી નાખેલ મેસેજ અંગે વિકલ્પ મળશે. જેને રીસ્ટોર કરવાનું ઓપ્શન ક્લિક કર્યા બાદ 24 કલાકમાં તમે રિસ્ટોર થશે.

Next Article