NASAના વૈજ્ઞાનિકોને પણ Work From Home: એક બેડરૂમ વાળા ફ્લેટથી ઓપરેટ થઈ રહેલા રોવરને મોકલાયું મંગળ પર

|

Mar 01, 2021 | 6:06 PM

US સ્પેસ એજન્સી NASA દ્વારા તાજેતરમાં મંગળ પર મોકલવામાં આવેલા રોવરે પોતાનું કામ શરૂ કર્યું છે. આ દરમિયાન રવિવારે પ્રસિદ્ધ થયેલા એક અહેવાલે બધાને ચોંકાવી દીધા હતા.

NASAના વૈજ્ઞાનિકોને પણ Work From Home: એક બેડરૂમ વાળા ફ્લેટથી ઓપરેટ થઈ રહેલા રોવરને મોકલાયું મંગળ પર
NASA Scientist Sanjeev Gupta

Follow us on

NASA Work From Home: US સ્પેસ એજન્સી NASA દ્વારા તાજેતરમાં મંગળ પર મોકલવામાં આવેલા રોવરે પોતાનું કામ શરૂ કર્યું છે. આ દરમિયાન રવિવારે પ્રસિદ્ધ થયેલા એક અહેવાલે બધાને ચોંકાવી દીધા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મંગળ પર મોકલેલો રોવરનું કામ એક બેડ રૂમવાળા ફ્લેટમાંથી ઓપરેટ થઈ રહ્યું છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર NASAના વૈજ્ઞાનિકો પણ કોરોના વાયરસના રોગચાળાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય મૂળના બ્રિટીશ ભૂસ્તરશાસ્ત્રી, Sanjeev Gupta, તેના એક બેડરૂમ વાળા ફ્લેટમાંથી મંગળ ગ્રહ પર મોકલેલા રોવરને ઓપરેટ કરી રહ્યા છે. ગુપ્તા સાઉથ લંડનમાં એક સલૂનની ​​ઉપર બેડ રૂમના ફ્લેટમાં રહે છે અને ત્યાંથી રોવર ચલાવે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Mars Rover

 

મિશન કંટ્રોલ દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)માં છે, જ્યાં રોવર બનાવવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ગુપ્તાએ કહ્યું કે મારે કેલિફોર્નિયામાં જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં હોવું જોઈએ, જેનું લાઉન્જ ફ્લેટ કરતા ત્રણ ગણું મોટું છે અને સેંકડો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોથી ભરેલું છે.

 

હાલમાં રોવરને કંટ્રોલ કરી રહેલા ગુપ્તા લાંબા સમયથી નાસાના લંડનની ઈમ્પિરિયલ કોલેજના ભૂસ્તર નિષ્ણાંત મંગળ મિશન પ્રોગ્રામનો ભાગ છે. એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ નાસાની ટીમ હાલમાં 24 કલાક કામ કરી રહી છે. ગુપ્તાના ફ્લેટમાં પાંચ કમ્પ્યુટર અને બે મોટી સ્ક્રીનો છે, જેના પર તે રોવરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે મંગળ પર ઉતર્યા પછી રોવરે મંગળ ગ્રહની કેટલીક તસવીરો પણ મોકલી છે.

 

આ પણ વાંચો: લો બોલો, Bill Gatesને પસંદ નથી આઇફોન, જાણો કેમ યુઝ કરે છે એન્ડ્રોઇડ ફોન

Published On - 6:04 pm, Mon, 1 March 21

Next Article