NASA શુક્ર ગ્રહ પર મોકલશે સિક્કાની સાઈઝનું ડિવાઈઝ, બાળકો દ્વારા બનાવવામાં આવ્યુ છે આ ડિવાઈઝ

|

Jun 12, 2022 | 7:02 PM

નજીકના સમયમાં નાસા (NASA) તેના શુક્ર મિશનમાં એક ઉપકરણ મોકલવા જઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આખરે આ ડિવાઈઝ શું છે અને તે આ મિશનમાં કેવી રીતે મદદરૂપ સાબિત થશે.

NASA શુક્ર ગ્રહ પર મોકલશે સિક્કાની સાઈઝનું ડિવાઈઝ, બાળકો દ્વારા બનાવવામાં આવ્યુ છે આ ડિવાઈઝ
Coin sized device
Image Credit source: twwiter

Follow us on

અવકાશ અનેક અદભુત વસ્તુઓથી ભરપૂર છે. પૃથ્વી પણ આ અવકાશનો ભાગ છે. જેમ પૃથ્વી પર અનેક અદભુત રહસ્યો , વસ્તુઓ અને સ્થળો સમયે સમયે મળતા આવે છે, તેવી જ રીતે અનેક સંશોધનો, ટેકનોલોજી (Technology) અને અવકાશ મિશનને કારણે અવકાશના રહસ્યો આપણને જાણવા મળે છે. અવકાશ વિજ્ઞાનની દુનિયામાં શોધ માટે નાસા (NASA) તેના વિવિધ મિશન પર કામ કરે છે. હાલમાં ચંદ્ર, મંગળ અને શુક્ર ગ્રહ માટે મિશનને લઈને નાસાની તૈયારીઓ ચાલુ છે. નાશાના આ મિશનનું લક્ષ્ય શુક્ર ગ્રહ પર વિવિધ શક્યતાઓ શોધવાનો છે, આ માટે નાશા આ દાયકાના અંત સુધીમાં શુક્ર મિશન શરૂ કરશે. શુક્ર ગ્રહ માટે ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને નાસા તેના મિશનમાં એક પ્રકારનું ડિવાઈઝ મોકલવા જઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આખરે આ ઉપકરણ શું છે અને તે આ મિશનમાં કેવી રીતે મદદરૂપ સાબિત થશે.

સ્પેસ એજન્સી નાસા તરફથી એક નવા સમાચાર આવ્યા છે. આ સમાચાર એ ડિવાઈઝ વિશે છે, જે શુક્ર પર જઈ રહેલા મિશનમાં સામેલ થશે. નાસા શુક્ર ગ્રહ સાથે સંબંધિત રહસ્યો ખોલવાના તેના મિશનમાં વ્યસ્ત છે. નાસાનો દાવો છે કે આ દાયકાના અંત સુધીમાં તેને શુક્ર ગ્રહ સંબંધિત માહિતી મળી જશે.

આ ડિવાઈઝનું નામ શું?

આ ડિવાઈઝનું નામ છે વિનસ ઓક્સિજન ફ્યુગાસીટી (VfOx). તે એક નાના બટનની સાઈઝનું સેન્સર છે, જે વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન, બનાવટ, પરીક્ષણ, સંચાલિત અને વિશ્લેષણ કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ છે, જેમણે વિદ્યાર્થી સહયોગ પ્રયોગ હેઠળ આ મિશનમાં જોડાવાનું નક્કી કર્યું છે. આ ટીમ શુક્ર પરથી પાછા ફર્યા બાદ આ ડિવાઈઝમાંથી ડેટા એકત્ર કરશે એટલું જ નહીં, પરંતુ નાસાની DAVINCI વિજ્ઞાન ટીમ સાથે મળીને આ મિશનને લગતી પ્રવૃત્તિઓમાં પણ સામેલ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ડિવાઈઝનો ઉપયોગ શું?

શુક્ર ગ્રહ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરાયેલ આ ઉપકરણ VfOx શુક્ર ગ્રહની ટોચ પર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણનું કાર્ય શુક્ર ગ્રહ પર હાજર વાદળોના ઊંડા વાતાવરણમાં ઓક્સિજનના નાના અંશને માપવાનું હશે. આ ઉપકરણ સામાન્ય રીતે ઓટોમોબાઈલ એન્જિનમાં ઓક્સિજન સેન્સર તરીકે પણ કામ કરે છે, જ્યાં તેનું કાર્ય અન્ય ઘટકોની તુલનામાં ઓક્સિજનની માત્રાને માપવાનું છે. આ ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિકો જાણી શકશે કે શુક્રની સપાટી પર કયા ખનિજો સૌથી વધુ સ્થિર છે. શુક્ર ગ્રહ પર હાજર પથ્થરોની તુલનામાં શુક્રના વર્તમાન વાતાવરણમાં કેટલો ઓક્સિજન છે, તેનું સંશોધન કરવામાં મદદ મળશે.

Next Article