NASAએ કહ્યું- મિશન શક્તિથી અંતરીક્ષમાં ફેલાયો કચરો, ISS માટે જોખમ વધ્યુ
અમેરિકાના સરકારી રક્ષા સંસ્થાન નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) ભારતના મિશન શક્તિને ખુબ ભયાનક ગણાવ્યુ છે. તેમનું કહેવું છે તેના કારણે અંતરિક્ષમાં ભંગારના 400 ટુકડા ફેલાઈ ગયા છે. જેનાથી આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માં રહેલા અવકાશયાત્રીઓ માટે એક નવું જોખમ ઊભું થયું છે. નાસાના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઈને કહ્યું કે આ મિસાઈલ પરીક્ષણ દ્વારા […]

અમેરિકાના સરકારી રક્ષા સંસ્થાન નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) ભારતના મિશન શક્તિને ખુબ ભયાનક ગણાવ્યુ છે.
તેમનું કહેવું છે તેના કારણે અંતરિક્ષમાં ભંગારના 400 ટુકડા ફેલાઈ ગયા છે. જેનાથી આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માં રહેલા અવકાશયાત્રીઓ માટે એક નવું જોખમ ઊભું થયું છે.
નાસાના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઈને કહ્યું કે આ મિસાઈલ પરીક્ષણ દ્વારા ભારતે પોતાને એક એડવાન્સ અંતરીક્ષ શક્તિ તરીકે સ્થાપિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે તેની જાણકારી દેશના લોકોને આપી હતી. તેમને જણાવ્યું કે ભારતનું આ એન્ટી સેટેલાઈટ મિશન પુરી રીતે સ્વદેશી છે.
બ્રિડેનસ્ટાઈને જણાવ્યું કે બધા જ ટુકડા ટ્રેક કરવા સંભવ નથી. બધાજ ટુકડા એટલા મોટા નથી કે તેને ટ્રેક કરી શકાય. અમારી તેના પર નજર છે. મોટા ટુકડાને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. અમે 10 સેન્ટીમીટર કે તેનાથી મોટા ટુકડાની વાત કરી રહ્યા છે. અત્યાર સુધી 60 ટુકડાને ટ્રેક કરવામાં આવ્યા છે. 24 ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના સેન્ટરના બિંદુએ પહોંચી ચૂક્યા છે.
નાસા પ્રમુખે કહ્યુ કે આ એક ભયાનક ઘટના છે. તેનાથી ભંગાર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર જઈ રહ્યો છે. આવી ગતિવિધીઓથી આવનારા દિવસોમાં મનુષ્યને અંતરીક્ષમાં મોકલવા ખુબ મુશ્કેલ થઈ જશે. નાસાને આને લઈને સ્પષ્ટ થવાની જરૂર છે કે અમારી ઉપર શું અસર પડશે.
અમેરિકી સેના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અને ઉપગ્રહોના ટકરાવના જોખમની ભવિષ્યવાણી કરવા માટે અંતરીક્ષમાં વસ્તુઓને ટ્રેક કરતી રહે છે. તે 10 સેન્ટીમીટરથી વધારે મોટી 23 હજાર વસ્તુઓને ટ્રેક કરી રહી છે. જેમાંથી 10 હજાર વસ્તુઓ અંતરીક્ષમાં રહેલો ભંગાર છે. બ્રિડેનસ્ટાઈનનું કહેવુ છે કે ભારતીય ટેસ્ટના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની વચ્ચે ટકરાવવાનું જોખમ 44 % વધી ગયું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]