જો ભારત-પાક યુદ્ધ થયું અને પાકિસ્તાને લૅંડમાઇન્સ પાથર્યા, તો અમદાવાદના 16 વર્ષના આ છોકરાના કારણે પાકિસ્તાન હારી જશે યુદ્ધ
અમદાવાદનો 16 વર્ષનો એક છોકરો આજકાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તે છવાયેલો છે. અને તેનું કારણ છે એક ઈનોવેશન. એક એવી શોધ કે જે ભારતીય સેનાની મદદ કરી શકે છે. 16 વર્ષની ઉંમરે જ્યાં હવે છોકરાઓ સોશિયલ મીડિયામાંથી ઉંચા નથી આવતા. આ છોકરાનું નામ છે હર્ષવર્ધન ઝાલા. જેણે એક ડ્રોન બનાવ્યું છે, જે લૅંડમાઇન્સ […]

અમદાવાદનો 16 વર્ષનો એક છોકરો આજકાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તે છવાયેલો છે. અને તેનું કારણ છે એક ઈનોવેશન. એક એવી શોધ કે જે ભારતીય સેનાની મદદ કરી શકે છે. 16 વર્ષની ઉંમરે જ્યાં હવે છોકરાઓ સોશિયલ મીડિયામાંથી ઉંચા નથી આવતા.
આ છોકરાનું નામ છે હર્ષવર્ધન ઝાલા. જેણે એક ડ્રોન બનાવ્યું છે, જે લૅંડમાઇન્સ વિશે જાણકારી આપશે અને તેને નિષ્ક્રિય કરશે. જી હા, માત્ર 16 વર્ષની વયે હર્ષવર્ધને કંઈક એવું કરી બતાવ્યું છે જેનાથી દુશ્મન દેશો પણ ચિંતામાં આવી જશે.
ફિલ્મ બોર્ડરના ક્લાઈમેક્સમાં આપણે જોયું છે કે લૅંડમાઇન્સ કેટલું મહત્ત્વ ધરાવે છે. એ જ સીનની વાત કરી રહ્યાં છીએ જેમાં સુનિલ શેટ્ટી લૅંડમાઇન હાથમાં લઈને પાકિસ્તાનની ટેંક સુધી પહોંચે છે અને ટેંકને ઉડાવી સુનિલ શેટ્રી શહીદ થઈ જાય છે.
સરકારી આંકડાઓ પ્રમાણે વર્ષ 2009થી 2013 દરમિયાન માઈન્સના કારણે 752 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે જો કોઈ એવી ટેક્નોલોજી હોય જે પહેલેથી જ ભારતીય સેના જવાનોને સચેત કરી દે કે ક્યાં લૅંડમાઇન છે અને ન માત્ર ખબર પાડે પરંતુ તેને નિષ્ક્રિય પણ કરી દે તો તે દેશ માટે ઘણી ઉપયોગી સાબિત થાય.
તેવામાં અમદાવાદના આ છોકરાએ બનાવેલું ડ્રોન ભારત દેશને ઘણો ફાયદો કરાવી શકે.
હર્ષવર્ધનને આ ડ્રોન બનાવવાનો આઈડિયા ટીવી પર એક ડોક્યુમેન્ટ્રી જોતા જોતા આવ્યો હતો. જેમાં તેણે જોયું હતું કે લૅંડમાઇન્સને નિષ્ક્રિય કરતા કરતા ઘણાં સૈનિકો ઘાયલ થઈ જાય છે. અને તેને નાનપણથી જ ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજીમાં ઘણો રસ હતો.
બસ, ત્યારબાદ હર્ષવર્ધને રૂ.5 લાખનો ખર્ચ કરીને 3 પ્રોટોટાઈપ બનાવ્યા. શરૂઆતમાં 2 ડ્રોન બનાવવા પરિવારે 2 લાખ રૂપિયા આપ્યા. જ્યારે કે ત્રીજું ડ્રોન બનાવવા રાજ્ય સરકારે મદદ કરી.
આ ડ્રોનમાં ઈન્ફ્રારેડ, આરજીબી સેન્સર અને થર્મલ મીટરની સાથે 21 મેગાપિક્સલ કેમેરા અને મેકિનિકલ શટર લાગેલું છે. આ ડ્રોન લેંડ માઈન્સને ડિટેક્ટ કરે છે અને તે 8 વર્ગ મીટરની જગ્યામાં તપાસે છે. જ્યારે કે તે 2 ફીટ ઉપર પડે છે અને બેઝ સ્ટેશનને સિગ્નલ મોકલી આપે છે. સાથે જ તે પોતાની સાથે થોડું વજન પણ ઉપાડી શકે છે.
આ ડ્રોનનું નામ ઈગલ એ7 આપવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીનું નામ મલ્ટિ સ્પેક્ટ્રલ ડિટેક્શન છે જે ધાતુ તેમજ પ્લાસ્ટિકની લેન્ડમાઈન્સ ઉપરાંત અનએક્સપ્લોડેડ આર્ડનેંસ જેવી અન્ય વિસ્ફોટક ડિવાઈસની ઓળખ પણ કરી શકે છે.
ત્યાં હર્ષવર્ધને રૂપિયા 5 કરોડના એમઓયૂ પણ ગુજરાત સરકાર સાથે કરેલા છે. તેના પિતા પ્રદ્યુમ્ન સિંહ ઝાલા એક અકાઉન્ટન્ટ છે અને તેની માતા નિશાબા ગૃહિણી છે.
[yop_poll id=802]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]