Mars helicopter Ingenuity: મંગળ ગ્રહ પર ઈન્જેવિનિટી હેલીકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન, જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ

|

Apr 19, 2021 | 12:01 PM

Mars helicopter Ingenuity: નાસા (NASA) માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. એ એટલા માટે કે બધુ અગર ઠીકઠાક રહ્યું તો મંગળ પર નાસાનાં હેલીકોપ્ટર ઈન્જેવિનિટીની પ્રથમ ઉડાણ આજે અમેરિકાનાં સમય પ્રમાણે સવારે 3.30 વાગે કે પછી પેસેફિક ડેલાઈટ ટાઈમ પ્રમાણે થશે. આપને જણાવી દઈએ કે વિવિધ કારણોને લઈને નાસા આની પહેલાની ઉડાણ બે વાર માટે સ્થગિત કરી ચુકી છે. 

Mars helicopter Ingenuity: મંગળ ગ્રહ પર ઈન્જેવિનિટી હેલીકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન, જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
Mars helicopter Ingenuity: મંગળ ગ્રહ પર ઈન્જેવિનિટી હેલીકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન, જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ

Follow us on

Mars helicopter Ingenuity: નાસા (NASA) માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. એ એટલા માટે કે બધુ અગર ઠીકઠાક રહ્યું તો મંગળ પર નાસાનાં હેલીકોપ્ટર ઈન્જેવિનિટી (Ingenuity)ની પ્રથમ ઉડાણ આજે અમેરિકાનાં સમય પ્રમાણે સવારે 3.30 વાગે કે પછી પેસેફિક ડેલાઈટ ટાઈમ પ્રમાણે થશે. આપને જણાવી દઈએ કે વિવિધ કારણોને લઈને નાસા આની પહેલાની ઉડાણ બે વાર માટે સ્થગિત કરી ચુકી છે.

પહેલા આ ઉડાણ માટે નાસાએ 11 એપ્રિલનો સમય રાખ્યો હતો, જો કે તે સમયે ટેસ્ટીંગમા ખરાબી આવવાના કારણે 14 એપ્રિલ સુધી તેને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 14 એપ્રિલનાં રોજ ઈન્જેવિનિટીનું ફ્લાઈટ સોફ્ટવેર અપડેટ કરવાને લઈને તેની ફ્લાઈટને રદ કરવી પડી હતી. આજે તે સમય આવી ગયો છે કે જ્યારે નાસા ઈતિહાસ બનાવી શકે છે. અગર તેના આ મિશનમાં ઈન્જેવિનિટી અને નાસા બંને સફળ રહ્યા તો અંતરિક્ષમાં ઉપસ્થિત કોઈ ગ્રહ પર થવા વાળી આ પહેલી ઉડાણ હશે.

નાસાનું હેલીકોપ્ટર ઈન્જેવિનિટી માત્ર 2 કિલો વજનનું છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ લથી લાગ્યું. તેની ઉડાનનાં સમયેનાસાનું માર્સ રોવર પરસિવરેન્સ તેના પર પુરી નજર રાખશે. ઉડાનનાં સમયે આ રોવર પરસિવરેન્સ સતત તેમાંથી મળવા વાળાડેટાને મિશન કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરતો રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઉડાણનાં સમયે જો કે કરોડો કિમિનું અંતર હોવાને લઈને સિગ્નલ ટ્રાન્સફર થવામાં આશરે 15 થી 30 મિનિટનો સમય થશે, આજ કારણ છે કે નાસા તેને લઈને શરૂ થનારી કોમેન્ટ્રી મોડેથી શરૂ કરશે. નાસાનું આ હેલીકોપ્ટર ઈન્જેવિનિટી તેની ઐતિહાસિક ઉડાણની લાઈવ સ્ટ્રીમિંગ કરશે. નાસાનાં એપ, યૂ-ટ્યૂબ ચેનલ, સોશ્યલ મિડિયાનાં વેબપેજ પર જઈને તમે લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ ઉડાનનાં પહેલા નાસાએ તેની સાથે સવાલ જવાબનો પણ એક સેશન રાખ્યો છે, તેનાથી નાસાની તજજ્ઞોની ટીમ મીડિયાને તેના જવાબ આપશે.

જો કે તેમાં અમુક સપંદ કરવામાં આવેલા સવાલોનાં જવાબ જ આપવામાં આવશે. આ સિવાય ઈન્જેવિનિટીનાં લાઈવ સ્ટ્રીમિંગનાં સમય વિશે પણ પુછી શકો છો. નાસાનું કહેવું છે કે ઈન્જેવિનિટીનું મંગળનાં વાતાવરણમાં ઉડવું એ ઘરતી પર ઉડવા કરતા વધારે મુશ્કેલ છે.

નાસાનાં તજક્જ્ઞોના ટીમ આ માટે તૈયાર થઈ ગઈ છે અને બપોર બાદ તે સવાલોનાં જવાબ આપવાની શરૂઆત કરી દેશે. 6 જેટલા ટીમનાં મુખ્ય સાઈન્ટીસ્ટો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

Next Article