પરિણીત સ્ત્રીઓ Google ઉપર કેવું કરે છે Search, જાણીને તમે ચોંકી ઉઠશો !

|

Jun 12, 2022 | 11:16 AM

 પરિણીત મહિલાઓ (Google) પર એવી બાબતો શોધે  છે જે જાણીને તમને નવાઈ લાગશે. મહિલાઓ તેમના પરિવાર અને પતિ વિશે કેવી કેવી બાબતો સર્ચ કરે છે તે જાણીને તમે ચોંકી ઉઠશો ?

પરિણીત સ્ત્રીઓ Google ઉપર કેવું કરે છે Search, જાણીને તમે ચોંકી ઉઠશો !
what women search on Google

Follow us on

Married Women Google Search: વર્તમાન સમયમાં દરેક પ્રશ્નોનો જવાબ મેળવવા લોકો (Google) ગૂગલ બાબાની મદદ લેતા હોય છે. મહિલાઓ (Women) પણ આમાંથી બાકાત નથી જ. આપણા દરેક મોટા પ્રશ્નનો જવાબ જો કોઈની પાસે હોય તો તે છે ગૂગલ. દરેક વ્યક્તિ પોતાની શંકાના નિવારણ માટે ગૂગલની મદદ લે છે. જો કે તમારી પાસે તમારો સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાનો વિકલ્પ છે, પણ ક્યાંક ને ક્યાંક, અમારી દરેક સર્ચ ગૂગલ પર ચોક્કસપણે સેવ થઈ જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પરણિત મહિલાઓ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે. આ વિગતો જાણીને લોકોના હોશ ઉડી ગયા છે. ચાલો જાણીએ કે પરિણિત મહિલાઓ ગૂગલ પર શું શોધે છે.

પરિણીત મહિલાઓ શોધે છે આવું આવું

પરિણીત મહિલાઓ Google Search પર પતિ  અને  પરિવાર અંગે ઘણી વિગતો શોધે છે. ગૂગલના ડેટા અનુસાર, પરિણીત મહિલાઓ સૌથી વધુ સર્ચ પતિની પસંદ નાપસંદની અંગેની વિગતો માટે કરે છે.  મહિલાઓ શોધે છે કે તેમના પતિને શું પસંદ છે, તેમના કપડાંની , ખાણી પીણીની પસંદગીઓ  શું છે અને કેવી છે ?

ગૂગસ સર્ચમાં મહિલાઓ વારંવાર એ Search કરે છે કે તે તેના પતિનું દિલ કેવી રીતે જીતી શકે છે.  સાથે જ સર્ચ કરે છે કે પતિ અને પરિવારને કેવી રીતે ખુશ કરી શકે છે. તો સાથે જ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે પરિણીત મહિલાઓ ગૂગલને પૂછે છે કે કેવી રીતે તેમના પતિને મુઠ્ઠીમાં રાખવા, તેમને ‘જોરુ કા ગુલામ’ કેવી રીતે બનાવાય તે અંગે પત્નીઓ વધારે ટિપ્સ શોધતી હોય છે. સાથે જ સંતાન પ્રાપ્તિ માટેનો નિર્ણય ક્યારે લેવો જોઈએ તે અંગે પણ મહિલાઓ સર્ચ કરતી હોય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વારંવાર પૂછાય છે આ પ્રશ્નો

આ પ્રશ્નો ઉપરાંત પણ કેટલાક એવા પ્રશ્નો છે જેના વિશે મહિલાઓ ગૂગલની મદદ લે છે. મહિલાઓ ગૂગલને તેમના નવા પરિવારમાં સેટ થવા અંગેના પ્રશ્નો પણ પૂછે છે. મહિલાઓ એ જાણવા માંગતી હોય છે કે લગ્ન પછી તેઓ તેમના નવા પરિવારમાં કેવી રીતે રહેવું જોઈએ અને વર્તવું જોઈએ, તેઓ કેવી રીતે તે પરિવારનો, તેમના સાસરિયાઓનો ભાગ બની શકે છે. સાથે જ યુવતીઓ તે જાણવા માંગે છે કે તેના પરિવારની જવાબદારી તે કેવી રીતે નિભાવશે. તો લગ્ન કરી ચૂકેલી યુવતીઓ ગૂગલને પૂછતી હોય છે કે લગ્ન પછી તેમણે પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવવો જોઈએ અને તેમણે પોતાના પરિવારના વ્યવસાયને ઉત્તમ બનાવવા માટે પણ સર્ચ કરતી હોય છે.

Published On - 11:13 am, Sun, 12 June 22

Next Article