આ ફોન સુપરહીરો સાબિત થયો ! ફાયરિંગ દરમિયાન ખિસ્સામાં ફોન હોવાથી યુઝર્સનો જીવ બચી ગયો

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 2:29 PM

યુઝર્સની (Users) સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યુ કે, આ હુમલામાં ખિસ્સામાં ફોન હોવાને કારણે ગોળી શરીરમાં પ્રવેશી શકી નહોતી, જેને કારણે યુઝર્સનો જીવ બચી ગયો.

આ ફોન સુપરહીરો સાબિત થયો ! ફાયરિંગ દરમિયાન ખિસ્સામાં ફોન હોવાથી યુઝર્સનો જીવ બચી ગયો
File Photo

Smart Phone : જો સ્માર્ટફોન મજબૂત હોય તો તે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્માર્ટ ફોનથી એકબીજા સાથે વાત કરી શકાય,માહિતી મેળવી શકાય પરંતુ સ્માર્ટ ફોનથી કોઈનો જીવ બચી જાય ? જી હા તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં ફોન એક વ્યક્તિનો જીવ બચાવે છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના બ્રાઝિલના પેટ્રોલિના ગ્રામીણ વિસ્તારની (Brazil Village area) છે.

લુંટના ઈરાદે અસામાજીક તત્વોએ ફાયરિંગ કર્યુ

મળતી માહિતી અનુસાર,ગ્રામીણ વિસ્તારમાં એક વ્યક્તિ પર કેટલાક અસામાજીક તત્વોએ લુંટ ચલાવી અને આ દરમિયાન તેમણે ફાયરિંગ પણ કર્યુ.પરંતુ માત્ર સ્માર્ટ ફોનના (Smart Phone) કારણે આ વ્યક્તિને હુમલામાં વધારે કોઈ ઈજા થઈ નહી. કારણ કે, હુમલા દરમિયાન યુઝર્સના ખિસ્સામાં ફોન હતો જેને કારણે તેને હિપ પર ગોળી વગવા છતા તેનો જીવ બચી જાય છે.આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

ગોળીને કારણે માત્ર ફોન ડેમેજ થયો !

ઘટના બાદ આ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો.ત્યારે યુઝર્સની (Users) સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યુ કે, આ હુમલામાં આ વ્યક્તિને ઘણી નાની ઇજાઓ થઇ હતી. સ્માર્ટફોનને કારણે ગોળી શરીરમાં પ્રવેશી શકી નહોતી. આ ડોક્ટરે તેમના ટ્વિટર હેન્ડલ (Twitter Handle) પરથી આ સ્માર્ટ ફોનનો ફોટો અને આ ઘટનાને ઉજાગર કરી હતી. એક ફોને કોઈનો જીવ બચાવ્યો હોય, તેવી પ્રથમ ઘટના પ્રકાશમાં આવતા હાલ લોકો પણ આશ્વર્યચકિત થયા છે.

આ પણ વાંચો : Video : આ યુવકને સ્ટંટ કરવા ભારે પડી ગયા ! સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થયુ કે જોઈને લોકો પણ ચોંકી ગયા

આ પણ વાંચો : Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati