હવે Instagram અને Facebook પર જોવા નહીં મળે લાઈક્સની સંખ્યા, નવી સુવિધા જલ્દીથી રોલઆઉટ થશે

|

Apr 15, 2021 | 12:40 PM

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને એની લાઈકની સંખ્યાના કારણે ઘણી મૂંઝવણ રહેતી હોય છે. તાજેતરમાં જ કંપની એક જોરદાર સુવિધા શરુ કરવા જઈ રહી છે.

હવે Instagram અને Facebook પર જોવા નહીં મળે લાઈક્સની સંખ્યા, નવી સુવિધા જલ્દીથી રોલઆઉટ થશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Instagram સત્તાવાર રીતે વપરાશકર્તાઓ માટે સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આના દ્વારા યુઝર્સ કોઈપણ પોસ્ટ પર લાઈક કાઉન્ટને છુપાવી શકશે. છેલ્લી વખત જ્યારે આ ફીચર આવ્યું હતું, ત્યારે ટે એક બગને કારણે બન્યું હતું. પરંતુ આ વખતે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને પરીક્ષણના સમયગાળા દરમિયાન બે વિકલ્પો આપશે. તેમની પોસ્ટ્સ પર લાઈક કાઉન્ટ્સ છુપાવવા ઉપરાંત, વપરાશકર્તાઓ પસંદ કરી શકે છે કે તેઓ અન્ય પોસ્ટ્સ પર લાઈક કાઉન્ટ્સ જોવા માંગે છે કે નહીં. આ સાથે જ ફેસબુક ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર આ સુવિધાનું પરીક્ષણ શરૂ કરશે.

ઇન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીએ ટ્વિટર પર કાઉન્ટ અપડેટની જાહેરાત કરી છે. તેમણે લખ્યું, “ગયા વર્ષે અમે લોકોના નાના જૂથ માટે હાઇડ સુવિધા શરૂ કરી હતી, તે જોવા માટે કે તે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતનો થોડો દબાણ ઘટે છે કે નહીં. કેટલાકને તે મદદરૂપ લાગ્યું અને કેટલાક લોકો હજુ લાઈકની સંખ્યા જોવા માંગતા હતા, ખાસ કરીને, તે જોવા માટે કે શું બધાને ગમે છે. તેથી અમે એક નવો વિકલ્પ ચકાસી રહ્યા છીએ, જે તમને તે નક્કી કરવા દેશે કે તમારા માટે શું શ્રેષ્ઠ છે – પછી ભલે તે કોઈ બીજાની પોસ્ટ પરની લાઈકની સંખ્યા હોય કે પોતાની પોસ્ટ માટે લાઈકની સંખ્યા હોય. તેને બંધ કરી શકાશે.”

ટૂંક સમયમાં તમે ફેસબુક પર છુપાવી શકશો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મોસેરીએ એમ પણ કહ્યું હતું કે, આ સુવિધા ઇન્સ્ટાગ્રામ પર શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ કંપની ટૂંક સમયમાં ફેસબુક પર એક સમાન સુવિધા પ્રદાન કરી શકે છે, જેના માટે આગામી દિવસોમાં પરીક્ષણ શરૂ થશે.

આ પહેલા માર્ચની શરૂઆતમાં, ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોના પસંદગીના અમુક લોકોમાં લાઇક કાઉન્ટ્સ છુપાવવા માટે સુવિધાનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એક બગના કારણે આ ઓપ્શન વધુ લોકોમાં શરુ થઇ ગયો હતો. આ બગ વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સમાં જોવા મળ્યો હતો. કંપનીએ અગાઉ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે ફોલોવાર્સ પ્લેટફોર્મ પર શેર કરેલી સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરે, લાઈકની સંખ્યા પર નહીં.

આ સુવિધા લાવવાનો હેતુ સોશિયલ મીડિયા પર સામગ્રી પોસ્ટ કરવા વિશેને લઈને તણાવ, અસ્વસ્થતા અથવા શરમને ઘટાડવાનો છે. લોકો હંમેશાં ચિંતા કરે છે કે તેમની પોસ્ટ્સ ઓછી પસંદ કરવામાં આવી રહી છે અથવા કોઈએ તેમની પોસ્ટ્સ પર પ્રતિક્રિયા આપી નથી, આ તેમને પરેશાન કરે છે તેવું લાગે છે.

 

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેરમાં ઈકોનોમી ટકાવી રાખવા સરકારની તૈયરીઓ, નવા પેકેજ પર થઇ રહ્યું છે કામ

આ પણ વાંચો: કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ: એક જ દિવસમાં 2 લાખ કેસ, એપ્રિલ સુધીમાં 5 લાખ સુધી પહોંચી શકે છે આંકડો

Next Article