કોરોનાની બીજી લહેરમાં ઈકોનોમી ટકાવી રાખવા સરકારની તૈયરીઓ, નવા પેકેજ પર થઇ રહ્યું છે કામ

સરકારે ગયા વર્ષે 26 માર્ચથી 17 મેની વચ્ચે આર્થિક પ્રોત્સાહન-કમ-રાહત પેકેજની જાહેરાત કરી હતી. સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર સરકાર બીજા નવા પેકેજ પર આ વખતે કામ કરી રહી છે.

કોરોનાની બીજી લહેરમાં ઈકોનોમી ટકાવી રાખવા સરકારની તૈયરીઓ, નવા પેકેજ પર થઇ રહ્યું છે કામ
નિર્મલા સીતારામન (File Image)

કેન્દ્ર સરકાર કોરોનાના વધતા જતા મામલા વચ્ચે અર્થતંત્ર ફરી પાટા પરથી ઉતારી ના જાય તેના માટે ફરી એક વાર રાહત પેકેજ લાવી શકે છે. મોટાભાગના રાજ્યો કોરોનાના વધતા જતા કેસોને કારણે નાઇટ કર્ફ્યુ અને પ્રતિબંધ લાદી રહ્યા છે અને આનાથી અર્થતંત્રના સુધાર પર અસર પડી શકે છે.

જો રોગચાળોની આ બીજી લહેર ગરીબોની આજીવિકાને અસર કરે છે તો ગરીબોને રાહત આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે. આ બાબતની જાણકારી ધરાવતા ત્રણ લોકોએ તેના વિશે માહિતી આપી હતી.

સરકારે ગયા વર્ષે 26 માર્ચથી 17 મેની વચ્ચે આર્થિક પ્રોત્સાહન-કમ-રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેથી કોવિડ -19 દ્વારા ખરાબ રીતે પ્રભાવિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને સુધારી શકાય. કેન્દ્ર સરકારે 20.97 લાખ કરોડનું પેકેજ આપ્યું હતું.

કેન્દ્રીય નાણાં મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) અને અન્ય મોટા વિભાગો અન્ય પ્રોત્સાહન માટેની જરૂરિયાત અને સમય માટે હિસ્સેદારો સાથે સંપર્કમાં છે. એક અહેવાલ અનુસાર નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ કહ્યું કે દેશભરમાં કડક લોકડાઉન પ્રધાનમંત્રીએ નકારી કાઢ્યું છે. સરકાર ઉદ્યોગની કોઈપણ જરૂરિયાત, જેમાં ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) નો જવાબ આપશે. જેથી આર્થિક પ્રવૃત્તિઓ અને આજીવિકા વિક્ષેપિત ન થાય.

કોવિડ -19 ના ફેલાવાને ઘટાડવા માટે કેન્દ્ર રસીકરણ અભિયાનને પણ વિસ્તૃત કરી શકે છે. આ કેસમાં સામેલ વ્યક્તિએ કહ્યું કે iઔદ્યોગિક કામદારોના રસીકરણ અંગે વિચારણા ચાલી રહી છે. તેમની ઉંમર ભલે ગમે તે હોય તેનો વાંધો નહીં આવે, તેમને રસીકરણની ઉપલબ્ધતાના આધારે રસી આપવામાં આવશે. એક અખબારીય અહેવાલ અનુસાર આ માહિતી બહાર આવી છે. હજુ તેની સત્તાવાર કોઈ જાહેરાત થઇ નહીં.

ડ્રગ રેગ્યુલેટર દ્વારા ભારતમાં મંગળવારે સ્પુટનિક વીની રસીને મંજૂરી આપી હતી. આ પગલાથી આગામી મહિનાઓમાં રસી ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

નાણાં મંત્રાલય અન્ય મંત્રાલયો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ પાસેથી ચોક્કસ માહિતી માંગી રહ્યા છે. ઇનપુટ્સના આધારે સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત આપવા માટે ઘોષણાઓની શ્રેણી લાવી શકે છે.

 

આ પણ વાંચો: કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ: એક જ દિવસમાં 2 લાખ કેસ, એપ્રિલ સુધીમાં 5 લાખ સુધી પહોંચી શકે છે આંકડો

આ પણ વાંચો: ધાર્મિક મેળાવડા, ખેડૂત આંદોલન અને રાજકીય રેલીઓ છે સુપર સ્પ્રેડર: જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati