લદ્દાખના Sonam Wangchukનો નવો આવિષ્કાર, Solar Tent ભારતીય જવાનોને આપશે ઠંડી સામે રક્ષણ

|

Feb 22, 2021 | 8:21 PM

રિયલ લાઈફના ફુંસુક વેંગડુ એટલે કે લદ્દાખના સોનમ વાંગચુકે (sonam wangchuk) એક નવો આવિષ્કાર (Invention) કર્યો છે કે જે ભારતીય જવાનોને ખૂબ મદદરૂપ થઈ શકશે અને સૈનિકોને ઠંડીથી રક્ષણ આપશે,

લદ્દાખના Sonam Wangchukનો નવો આવિષ્કાર, Solar Tent ભારતીય જવાનોને આપશે ઠંડી સામે રક્ષણ

Follow us on

રિયલ લાઈફના ફુંસુક વેંગડુ એટલે કે લદ્દાખના સોનમ વાંગચુકે (sonam wangchuk) એક નવો આવિષ્કાર (Invention) કર્યો છે કે જે ભારતીય જવાનોને ખૂબ મદદરૂપ થઈ શકશે અને સૈનિકોને ઠંડીથી રક્ષણ આપશે, સોનમે લદ્દાખની લોહી થીજવતી ઠંડીમાં તૈનાત સૈનિકો માટે એક સોલાર ટેન્ટ (Solar Tent) બનાવ્યો છે. આ ટેન્ટ સૂર્યની ગરમીના ઉપયોગથી અંદરનું તાપમાન ગરમ રાખશે. આ ટેન્ટમાં 10 જેટલા જવાન એક સાથે રહી શકે છે અને બહારનું તાપમાન માઈનસ 20 ડિગ્રી હોય તો પણ ટેન્ટની અંદરનું તાપમાન 20 ડિગ્રી જેટલુ રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સોનમ વાંગચુકે (sonam wangchuk) ટ્વીટ કરીને જણાવ્યું કે ગલવાન ઘાટીમાં રાત્રે 10 વાગ્યે જ્યારે બહારનું તાપમાન માઈનસ 14 હતુ, ત્યારે ટેન્ટની અંદરનું તાપમાન 15 ડિગ્રી હતુ. આ ટેન્ટને કારણે પ્રદૂષણ પણ નહીં ફેલાય. 30 કીલો વજન ધરાવતું આ ટેન્ટ સંપૂર્ણ પણે પોર્ટેબલ (Portable) છે અને તેમાં 10 સૈનિકો એક સાથે રહી શકે છે. આ ટેન્ટની ખાસ વાત એ છે કે તે સોલાર એનર્જી (Solar Energy)થી કામ કરે છે.

 

લદ્દાખમાં 24 કલાક વિજળી રહેતી નથી, જેથી ત્યાંના લોકો અને સૈનિકો ગરમી મેળવવા કેરોસીન, ડિઝલ અને લાકડાંઓનો ઉપયોગ કરે છે. જેને કારણે પર્યાવરણને નુક્શાન થાય છે સાથે જ તેની અસર એટલી રહેતી નથી, પરંતુ સોનમનું આ ટેન્ટ હિટર સૌર ઉર્જાથી ગરમ થશે, તેમાં સૂર્ય ઉર્જાને સ્ટોર કરવા માટે પણ જગ્યા છે.

 

તેમના જીવન પર જ 3 ઈડિયટ્સ ફિલ્મ બની છે

બોલીવૂડની પ્રખ્યાત ફિલ્મ 3 ઈડિયટ્સ (3 Idiots) તો તમને યાદ જ હશે, ફિલ્મનું સૌથી યાદગાર પાત્ર એટલે કે ફુંસુક વાંગડુ જેના જીવન પરથી બન્યુ છે, તે છે લદ્દાખના સોનમ વાંગચુક (sonam wangchuk). ફિલ્મમાં જેમ આ પાત્ર નવા નવા આવિષ્કારો કરીને લોકોને મદદરૂપ થાય છે, તે જ રીતે સોનમ અસલ જિંદગીમાં પોતાના અવનવા આવિષ્કારોથી લોકોનું જીવન સરળ બનાવે છે. લદ્દાખમાં તેમની એક સ્કૂલ પણ ચાલે છે

 

આ પણ વાંચો: પંજાબી સિંગર સાથે મળીને RBIએ બનાવ્યું Song, જાણો શું છે નવો પ્લાન

Next Article