તમે દિવસભર ફેસબુકમાં વિડીયો અને ફોટો જુઓ છો, પરંતુ શું તમને ખબર છે કે કંપનીને કેટલો નફો થાય છે ?

|

Oct 29, 2021 | 8:58 AM

Facebook Facts: તમે ફેસબુકમાં કોઈના વીડિયો, ફોટા કે સ્ટેટસ જોવા માટે આખા દિવસ દરમિયાન એપ્લિકેશન પર ઘણો સમય વિતાવ્યો હશે. આવો જાણીએ આનાથી ફેસબુક કેટલી કમાણી કરે છે.

તમે દિવસભર ફેસબુકમાં વિડીયો અને ફોટો જુઓ છો, પરંતુ શું તમને ખબર છે કે કંપનીને કેટલો નફો થાય છે ?
પ્રતિકાત્મક ફોટો

Follow us on

સોશિયલ મીડિયા (social media) પ્લેટફોર્મ ફેસબુકે (facebook) પોતાની કંપનીના નવા નામની જાહેરાત કરી છે. હવે તે મેટા (meta)  નામથી ઓળખાશે. ફેસબુકે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વીટમાં કહ્યું કે સોશિયલ મીડિયા મેટાવર્સનો સોશિયલ કનેક્શનનો નવો રસ્તો હશે. તો આજે લોકો આ જાણીતી એપ્લિકેશન પર વધારે એક્ટિવ થઇ ગયા છે. 

જે લોકો ફેસબુક પર એકાઉન્ટ ધરાવે છે તેઓ તેમનો ઘણો સમય ફેસબુક પર વિતાવે છે. જેમાં મોટાભાગનો સમય લોકો વીડિયો જોતા જ રહે છે. પરંતુ, શું તમે જાણો છો કે તમે ફેસબુક પર જેટલો વધુ સમય પસાર કરો છો, તેટલો જ ફેસબુકને ફાયદો થાય છે અને તેનાથી કરોડોની કમાણી થાય છે. આ સ્થિતિમાં આવો જાણીએ ફેસબુક ચલાવવાથી કંપનીને શું ફાયદો થાય છે અને તમારા જેવા કેટલા લોકો ફેસબુક ચલાવે છે…

દુનિયામાં કેટલા ફેસબુક યુઝર્સ છે?
વિશ્વમાં ફેસબુકના લગભગ 291 કરોડ યુઝર્સ છે. આ ડેટા જુલાઈ-સપ્ટેમ્બર 2021 માટે છે અને એપ્રિલ-જૂનમાં આ યુઝર્સ 290 કરોડ હતા અને જાન્યુઆરી-માર્ચમાં આ યુઝર્સની સંખ્યા 285 કરોડ હતી. તેથી કહી શકાય કે દિન-પ્રતિદિન યુઝર્સમાં વધારો થઇ રહ્યો છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

ભારતમાં કેટલા યુઝર્સ ?
જો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં 34 કરોડ યુઝર્સ છે. ખાસ વાત એ છે કે ભારતમાં સૌથી વધુ યુઝર્સ છે. તો અમેરિકામાં 20 કરોડ, મેક્સિકોમાં 9.8 કરોડ, બ્રાઝિલ પાસે 13 કરોડ અને ઈન્ડોનેશિયામાં 14 કરોડ યુઝર્સ છે.

ફેસબુક કેટલી કમાણી કરે છે?
ફેસબુકને તાજેતરમાં 2.1 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ડેટા જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો છે. જ્યારે ફેસબુકને આટલી આવક થઈ હતી. આ કમાણી પૈકી 98 ટકા પૈસા જાહેરાતોમાંથી આવે છે.

કેટલો સમય ફેસબુક ચલાવે છે?
જો તમે કુલ યુઝર્સની એવરેજ જોઈ હોય તો એક યુઝર ફેસબુક પર 33 મિનિટ વિતાવે છે. તેમાં 43.6 ટકા મહિલા અને 56.4 પુરૂષ યુઝર્સ છે.

તમને જણાવી દઈએ કે, ફેસબુકે એવા સમયે પોતાનું નામ બદલ્યું છે જ્યારે ઘણા દેશોમાં યુઝરના ડેટાને સુરક્ષિત ન કરવા અને ભડકાઉ સામગ્રીને રોકવા માટે કંપની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારત સરકારે પણ ફેસબુકને પત્ર લખીને કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની વિગતો માંગી છે.

આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો : મેડિકલ સ્ટોર માફીયાઓ બેફામ: ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરની 3 હજાર ફરિયાદો, ફાર્મસી કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

 

Next Article