મેડિકલ સ્ટોર માફીયાઓ બેફામ: ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરની 3 હજાર ફરિયાદો, ફાર્મસી કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

મેડિકલ સ્ટોર માફીયાઓ બેફામ: ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરની 3 હજાર ફરિયાદો, ફાર્મસી કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:46 AM

ગુજરાત રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ફાર્માસિસ્ટ વગર ધમધમતા ધંધાની 3 હજાર ફરિયાદ આવી ચુકી છે. જેને લઈને કાઉન્સિલે હવે લાલ આંખ કરી છે.

મેડિકલ સ્ટોર માફીયાઓ સામે ફાર્મસી કાઉન્સિલે લાલ આંખ કરી છે. કોરોનાકાળમાં ફાર્માસીસ્ટ વિના જ મેડિકલ સ્ટોર ચલાવવામાં આવતા હોવાની ફાર્મસી કાઉન્સિલને 3 હજાર ફરિયાદો મળી હતી. જેની સામે ફાર્મસી કાઉન્સિલે એક વર્ષમાં 2 હજારથી વધારે ફાર્મસીસ્ટના લાઇસન્સ રદ્દ કર્યા છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડા ન થાય તે માટે રાજ્યના રજીસ્ટર ફાર્માસિસ્ટની યાદી કાઉન્સિલે તૈયાર કરી છે.

રાજ્યમાં હાલ 76 હજાર રજીસ્ટર થયેલા ફાર્માસિસ્ટ છે. આને લઈને ફાર્માસિસ્ટને સ્માર્ટ કાર્ડ આપવાનું કાઉન્સિલે નિર્ણય કર્યો છે. રાજ્યના મોટા શહેરોમાં ફાર્મસી કાઉન્સિલ તરફથી અત્યાર સુધીમાં 10 હજાર ફાર્માસિસ્ટને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ અટકે એ માટે પણ કડક પગલા લેવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.

રજીસ્ટર ફાર્માસિસ્ટની જગ્યાએ જો બોગસ ફાર્માસિસ્ટ પકડાશે તો તેની સામે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોગસ ફાર્માસિસ્ટ વધ્યા હોવાની ફાર્મસી કાઉન્સિલને ફરિયાદ મળતાં ફાર્મસીસ્ટોને સ્માર્ટ કાર્ડ આપવાનો નિર્ણય લેવાયો છે. રજીસ્ટર ફાર્માસિસ્ટના નામે મેડિકલ સ્ટોરનું લાઇસન્સ લઈ રજીસ્ટર ફાર્માસિસ્ટને બદલે અન્ય લોકો તરફથી દવાનું વેચાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો મળી હતી. જેની સામે કાઉન્સિલે તપાસ કરી 2 હજારથી વધારે ફાર્માસિસ્ટના લાઇસન્સ રદ્દ કર્યા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!

આ પણ વાંચો: રાજકોટના જસદણમાં વિધાર્થીઓ આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત, વાલીઓની આંદોલનની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">