JioBook Laptop : રિલાયન્સ JioPhone બાદ લાવી રહ્યું છે સસ્તું લેપટોપ, જાણો શું છે ફીચર અને કિંમત

JioBook Laptop : સસ્તા ડેટાપેક આપ્યા બાદ રિલાયન્સ ભારતીય માર્કેટમાં સસ્તા લેપટોપ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આ લેપટોપ વિશે અત્યાર સુધીમાં અનેક લીક્સ સામે આવી ચુક્યા છે અને હવે નવા રિપોર્ટ સામે આવ્યા છે.

JioBook Laptop : રિલાયન્સ JioPhone બાદ લાવી રહ્યું છે સસ્તું લેપટોપ, જાણો શું છે ફીચર અને કિંમત
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 11:10 AM

JioBook Laptop : સસ્તા ડેટાપેક આપ્યા બાદ રિલાયન્સ ભારતીય માર્કેટમાં સસ્તા લેપટોપ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આ લેપટોપ વિશે અત્યાર સુધીમાં અનેક લીક્સ સામે આવી ચુક્યા છે અને હવે નવા રિપોર્ટ સામે આવ્યા છે. XDA ડેવલપર્સના રિપોર્ટ અનુસાર આ સસ્તું લેપટોપ આ વર્ષના જુલાઈ સુધીમાં લોન્ચ કરી શકાશે. આ લેપટોપનું નામ JioBook હોઈ શકે છે.

રિપોર્ટ અનુસાર આ લેપટોપ 4 જી કનેક્ટિવિટી સાથે આવશે. તેમજ તેમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર પણ આપી શકાય છે. તેની કિંમત ઓછી રાખવા માટે કંપની પોતાનો ઓએસ JioOS આપશે. જો કે, કંપની દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

જિઓના સસ્તા લેપટોપ JioBook વિશે વાત કરવામાં આવે તોXDA Developersના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે આ આગામી લેપટોપમાં એક મોટી સ્ક્રીન મળશે, જેનું રિઝોલ્યુશન 1,366 × 768 પિક્સેલ્સ છે. ઉપરાંત, તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 ચિપસેટ ઉપલબ્ધ હશે. ઉપરાંત, તેને 2GB LPDDR4x રેમ આપી શકાય છે અને તેમાં 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. આ સિવાય તેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

JioBook લેપટોપમાં કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવશે તો તેમાં મિનિ HDMI connector મળશે. ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ પણ મળશે. આ સાથે, બ્લૂટૂથ જેવી સરળ કનેક્ટિવિટી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કંપની Qualcomm audio chip આપશે, જે લેપટોપ અને કમ્પ્યુટરની સાઉન્ડ ગુણવત્તામાં વધારો કરે છે. નોંધનીય છે કે, કોરોના કાળને લઈને વિધાર્થીઓ અને કોલેજમાં અને સ્કૂલના વિધાર્થીઓમાં લેપટોપની માંગ વધી છે. આ દરમિયાન લેપટોપની માંગ વધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">