Japan : હવે અંતરીક્ષમાં પણ જાપાનનો દબદબો, અંતરીક્ષમાં કચરાને સાફ કરી રહ્યું છે જાપાન

અંતરીક્ષમાં Japan ના આ કચરો સાફ કરવા અંગે સવાલ એ થાય કે અંતરીક્ષમાં આટલો બધો કચરો આવે છે ક્યાંથી?

Japan : હવે અંતરીક્ષમાં પણ જાપાનનો દબદબો, અંતરીક્ષમાં કચરાને સાફ કરી રહ્યું છે જાપાન
FILE IMAGE
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 7:29 PM

Japan : દુનિયામાં ટેકનોલોજીમાં મહત્વનું સ્થાન બનાવનાર જાપાનનો હવે અંતરીક્ષમાં પણ દબદબો છે. અંતરીક્ષમાં ઘણાં સેટેલાઇટના કાટમાળ ભેગા થયેલા છે. આ કાટમાળ પૃથ્વી ફરતે ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં,જો કોઈ નવો ઉપગ્રહ આ કાટમાળસાથે ટકરાશે તો કરોડોનું નુકસાન થશે, એટલું જ નહીં, રીસર્ચ પ્રોજેક્ટ પણ અધુરો રહેશે. માનવસર્જિત ભંગારના આ ટુકડાઓ વિવિધ ઉપગ્રહો અને અવકાશયાન માટે મોટું જોખમ છે. જો કે જાપાનની ચાર કંપનીઓ અંતરીક્ષમાં રહેલા આ કાટમાળને સાફ કરવા અને આ વ્યવસાયમાં વધુ તકો માટે વધુને વધુ કામ કરી રહી છે.

અંતરીક્ષમાં નામના મેળવવા કચરો ફેલાવી રહ્યાં છે દેશો અંતરીક્ષમાં જાપાન (Japan)ના આ કચરો સાફ કરવા અંગે સવાલ એ થાય કે અંતરીક્ષમાં આટલો બધો કચરો આવે છે ક્યાંથી? આનો જવાબ છે બધા દેશો અંતરીક્ષમાં નામના મેળવવા અને ધાક જમાવવા પ્રયાસ કરી રહ્યા છે. આને કારણે તેઓ અવકાશમાં વધુને વધુ ઉપગ્રહો છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં અંતરીક્ષમાં આ કાટમાળનું પ્રમાણ વધુ વધશે.

પૃથ્વી માટે કેટલો જોખમી છે આ કચરો? અંતરીક્ષમાં માનવસર્જિત ભંગાર આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની ફરતે છે. આ સાથે ઉપગ્રહોના ટકરાવવાથી બનેલો ભંગાર 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે. આટલી ઝડપે ફરતા આ કચરામાં એક સિંગદાણા જેટલા કદનો પદાર્થ પર ગ્રેનેડ જેવી અસર કરે છે. અંતરીક્ષનો આ કચરો પૃથ્વીના જીવન માટે જોખમી છે. આ ભંગારનો કોઈ મોટો ટુકડો વાયુમંડળમાં પ્રવેશતી વખતે સંપૂર્ણ રીતે બળી ન જાય તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જાપાની કંપની એસ્ટ્રોસ્કેલ અંતરીક્ષનો કચરો સાફ કરી રહી છે Japan ની કંપની એસ્ટ્રોસ્કેલ (Astroskell)ની રચના 2013 માં થઈ હતી અને તેની યુકે, યુએસ, ઇઝરાઇલ અને સિંગાપોરમાં ચાર શાખાઓ છે. આ વર્ષે 22 માર્ચે કંપનીએ કઝાકિસ્તાનના બાઇકોનુર કોસ્મોડ્રોમથી સોયુઝ રોકેટ દ્વારા એલ્સા-ડી ડીમોનસ્ટ્રેશન ક્રાફ્ટ મોકલ્યું હતું જે પોતાની એન્ડ ઓફ લાઈફ સુધીની યાત્રા માટે નીકળી ચુક્યું છે.

એલ્સા-ડી બે ઉપગ્રહોથી બનેલું છે, તેમાં 175 કિલોનો સર્વિકર સેટેલાઇટ છે અને બીજો 17 કિલોનો ક્લાયંટ ઉપગ્રહ છે. તેમાં મેગ્નેટિક ડોકીંગ મિકેનિઝમ પણ છે જેના દ્વારા આ સેટેલાઈટ બગડેલા ઉપગ્રહો અને ઉપગ્રહોના કાટમાળના મોટા ટુકડા કાઢવાનું કામ કરે છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">