AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા

Jammu and Kashmirના તમામ વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી વિભાગના મુખ્ય સચિવ રોહિત કંસલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 10:52 PM
Share

Jammu and Kashmirના તમામ વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી વિભાગના મુખ્ય સચિવ રોહિત કંસલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ઓગસ્ટ 2019માં આર્ટીકલ 370 નાબુદ કરવામાં આવ્યા બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે સરકારે બાદમાં 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. જમ્મુના ઉધમપુર અને કાશ્મીરના ગન્દેરબલ આ બે જિલ્લામાં એક વર્ષ કરતા વધુ સમય પછી 4G સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય જિલ્લાઓમાં 4G સેવા સ્થગિત હતી.

4G ઈન્ટરનેટ સેવા શરૂ થવા પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું “4G મુબારક! ઓગસ્ટ 2019 પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં દરેક પાસે 4G મોબાઈલ ડેટા હશે. દેર આયે દુરસ્ત આયે.” કાશ્મીર ઘાટીમાં લગભગ બે વર્ષથી બંધ રહેલી 4G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ માટે ગયા વર્ષે સુપ્રીમકોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

ગત મહિને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, તેની 4G સેવા બંધ હોવાના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફારૂક અબ્દુલ્લાએ એક કાર્યક્રમમાં કહ્યું “વડાપ્રધાન કહે છે કે 5G ઈન્ટરનેટ સેવા ભારત આવી રહી છે, જ્યારે આપણે 4G મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસથી પણ વંચિત રહીએ છીએ. વડાપ્રધાનની ખુરશી છોડ્યા પછી અહીં આવીને રહો અને જુઓ કે આપણે 2G સેવા સાથે કેવી રીતે જીવીએ છીએ.”

આ પણ વાંચો: 1,2 નહીં પણ બદલાય ગયા Income Taxના 15 નિયમો, Taxpayers પર થશે સીધી અસર

g clip-path="url(#clip0_868_265)">