International Women’s Day 2021 : વોટ્સએપ પર સ્ટીકર્સ અને મેસેજથી આ રીતે આપો શુભકામના

|

Mar 08, 2021 | 1:25 PM

International Women's Day 2021 :  ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp દ્વારા તમે મહિલા દિવસ પર સ્ટીકરો, GIF અથવા સંદેશા મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.

International Womens Day 2021 : વોટ્સએપ પર સ્ટીકર્સ અને મેસેજથી આ રીતે આપો શુભકામના
WhatsApp

Follow us on

International Women’s Day 2021 :  8 માર્ચે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહી છે. આ વિશેષ પ્રસંગે મહિલાઓને વિવિધ રીતે આદર આપવામાં આવી રહ્યો છે. ગૂગલે પણ ડૂડલ દ્વારા ખૂબ જ ખાસ અને અલગ રીતે મહિલાઓની ભૂમિકાની પ્રશંસા કરી છે. જો તમે પણ મહિલા દિવસ પર તમારા મહિલા મિત્રો અને કુટુંબના સભ્યોને શુભેચ્છાઓ આપવા માંગતા હોવ તો, તમે  સોશિયલ મીડિયાની મદદથી આ કરી  શકો છો. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp દ્વારા તમે મહિલા દિવસ પર સ્ટીકરો, GIF અથવા સંદેશા મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. ચાલો જાણીએ કે વોટ્સએપ પર સ્ટીકરો કેવી રીતે મોકલવા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે WhatsApp પર સ્ટીકરો મોકલવું ખૂબ જ સરળ છે. 

1  ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને ‘વિમેન્સ ડે સ્ટિકર્સ’ સર્ચ કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2  તેના બાદ ઘણા વિકલ્પો ખુલશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરો અને ઇન્સ્ટોલ કરો.

3  ઇન્સ્ટોલ કર્યા પછી આ સ્ટીકરોને વોટ્સએપ એકાઉન્ટમાં એડ કરો.

4  એડ કરેલા સ્ટીકર તમારા વ્હોટ્સએપમાં આપવામાં આવેલા સ્ટીકરોમાં દેખાશે.

5  તેના બાદ તમે જેને સ્ટીકરો મોકલવા માંગતા હો તેની ચેટ ખોલો.

6  આ સ્ટીકરો પર જઈને તમે વુમન ડે સાથે સંકળાયેલા કોઈપણ સ્ટીકરો મોકલી શકશો.

મહિલા દિવસ પર કોઈને શુભેચ્છા આપવા માટે માત્ર સ્ટીકરો જ નહીં. પરંતુ જી.આઈ.એફ. અને સંદેશાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. જે ખૂબ જ સરળ અને સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. વોટ્સએપમાં ઇમોજીની નજીક તમે GIF વિકલ્પ શોધી શકો છો. GIF પર ક્લિક કરો અને ત્યાં આપેલા સર્ચ ઓપ્શન પર જાઓ. જ્યાં તમારે મહિલા દિવસ લખીને સર્ચ કરવું પડશે. સર્ચમાં વુમન ડે એડ કરો તમને ઘણા GIF વિકલ્પો મળશે. જે તમે ઈચ્છે તેમને મોકલી શકો છો.

Next Article