AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instant Water Heater: ગરમ પાણી માટે સસ્તો જુગાડ, ફક્ત 1249 રૂપિયામાં ગીઝર વગર નળમાંથી આવશે ગરમ પાણી

શિયાળામાં વાસણ ધોવા ગરમ પાણીની જરૂરિયાત વધે છે, પરંતુ મોંઘા ગીઝર ખરીદવા મુશ્કેલ હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સસ્તા ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક વોટર હીટર ઉપલબ્ધ છે.

Instant Water Heater: ગરમ પાણી માટે સસ્તો જુગાડ, ફક્ત 1249 રૂપિયામાં ગીઝર વગર નળમાંથી આવશે ગરમ પાણી
| Updated on: Nov 22, 2025 | 5:11 PM
Share

શિયાળામાં વાસણ ધોવા માટે ગરમ પાણીની જરૂરિયાત વધે છે, પરંતુ ગીઝર ખરીદવો અને તેનું ઇન્સ્ટોલેશન કરાવવું ઘણા લોકો માટે ખર્ચાળ બની જાય છે. જો તમને પણ એ જ ચિંતા સતાવે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર એવા સસ્તા ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક વોટર હીટર ઉપલબ્ધ છે, જે નળમાંથી તરત જ ઉકળતું ગરમ પાણી પૂરુ પાડે છે અને તમારી ઠંડા પાણીની સમસ્યા દૂર કરે છે. આ ઉપકરણો બજેટ-ફ્રેન્ડલી છે અને ગીઝર વગર ગરમ પાણી મેળવવાનો સૌથી સરળ અને આર્થિક વિકલ્પ માનવામાં આવે છે.

ઠંડી ઋતુ વધતા, ઠંડા પાણીથી વાસણ ધોવા કે કામ કરવું મુશ્કેલ લાગે છે. એવા સમયે જો મોંઘા ગીઝરમાં રોકાણ કરવું શક્ય ન હોય, તો ઇન્સ્ટન્ટ વોટર હીટર ઉત્તમ વિકલ્પ છે. અમે તમારા માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કેટલાક સસ્તા અને અસરકારક ડિવાઇસની માહિતી એકઠી કરી છે, જે તમારા રસોડામાં મોંઘા ગીઝર જેટલું જ ગરમ પાણી નળમાંથી પૂરૂ પાડશે. આ ઉપકરણો સરળતાથી ઇન્સ્ટોલ થઈ જાય છે અને ઓછી વીજળી વાપરે છે.

ડેકલાઇન ઇન્સ્ટન્ટ વોટર હીટર ફોસેટ

આ ઉપકરણને તમે એમેઝોન પરથી 38% ડિસ્કાઉન્ટ બાદ માત્ર ₹1,249 માં ખરીદી શકો છો. એમેઝોન પરની વિગતો મુજબ, આ LED ઇલેક્ટ્રિક વોટર હીટર સેકન્ડોમાં ગરમ પાણી પૂરું પાડે છે. રોજિંદા રસોડાના કામ માટે આ એક ખૂબ જ સસ્તો અને અસરકારક વિકલ્પ છે.

Instant Electric Water Heater

TOINSHO ફોસેટ ઇન્સ્ટન્ટ હીટિંગ વોટર હીટર

ફ્લિપકાર્ટ પર આ ડિવાઇસ 59% ડિસ્કાઉન્ટ બાદ ₹1,537 માં ઉપલબ્ધ છે. તેને તમે રસોડા ઉપરાંત બાથરૂમમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. પ્રોડક્ટ લિસ્ટિંગ અનુસાર, આ ઇન્સ્ટન્ટ વોટર હીટર ફક્ત 3 થી 5 સેકન્ડમાં ગરમ પાણી પૂરૂ પાડી શકે છે અને વીજળી બિલની ચિંતા પણ ઓછી રહે છે.

Toinsho Instant Water Heater

રસોડા માટે ઇન્સ્ટન્ટ ગીઝર

જો તમે આ નળ પર લગાડવાના ઉપકરણો ઇન્સ્ટોલ કરવા માંગતા ન હોય, તો તમે ઇન્સ્ટન્ટ ગીઝરનું વિકલ્પ પણ પસંદ કરી શકો છો. રસોડા માટે સામાન્ય રીતે 3-લિટર અથવા 5-લિટર ઇન્સ્ટન્ટ ગીઝર યોગ્ય માનવામાં આવે છે. 3-લિટર ગીઝર તમને ₹2,500 થી ₹3,000 ની રેંજમાં મળી શકે છે, જ્યારે 5-લિટર ગીઝરની કિંમત ₹4,000 સુધી હોઈ શકે છે. V-Guard, Orient, Havells, Bajaj, Haier અને AO Smith જેવી જાણીતી બ્રાન્ડ્સના ગુણવત્તાવાળા ગીઝર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કે ખરીદી નિષ્ણાંતોની સલાહ લીધા બાદ કરવી. 

Geyser Tips : ઓટોમેટિક કે મેન્યુઅલ ? કયું ગીઝર ખરીદવું વધુ ફાયદાકારક છે..

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">