Instagram માં હવે દરેક યૂઝર સ્ટોરી પર શેયર કરી શક્શે લિંક સ્ટિકર, જાણો સમગ્ર વિગત

|

Oct 29, 2021 | 9:53 AM

આ સ્ટીકર ફીચર દરેક યુઝર માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ફીચર એવા લોકો પાસેથી પણ છીનવી શકાય છે જેઓ તેનાથી ખોટી માહિતી વારંવાર શેર કરશે. અથવા Instagram ની નીતિનું ઉલ્લંઘન કરશે.

Instagram માં હવે દરેક યૂઝર સ્ટોરી પર શેયર કરી શક્શે લિંક સ્ટિકર, જાણો સમગ્ર વિગત
Instagram now allows everyone to share links in Stories,

Follow us on

ઈન્સ્ટાગ્રામ એપની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી અને લોકો તેના પર તેમના મનપસંદ ફોટોઝ પોસ્ટ કરે છે, જેથી તેને વધુને વધુ લાઈક્સ મળે. જો કે Instagram વપરાશકર્તાઓ માટે તમામ સુવિધાઓ સમાન છે, પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જે ફક્ત વેરિફાઇડ વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે, તેમાંથી એક લિંક શેરિંગની સુવિધા છે.

ઈન્સ્ટાગ્રામે આ ફીચરની જાહેરાત માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર કરી છે. પોસ્ટ અનુસાર, Instagram જૂનમાં લિંક સ્ટીકરનું પરીક્ષણ શરૂ કર્યું હતું. પરંતુ આ ફીચર માત્ર એપના વેરિફાઈડ યુઝર્સ અથવા 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા યુઝર્સ માટે હતું અને હવે આ ફીચર ઈન્સ્ટાગ્રામના દરેક યુઝર માટે ઉપલબ્ધ હશે.

ઇન્સ્ટાગ્રામ અનુસાર, આ સ્ટીકર ફીચર દરેક યુઝર માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ફીચર એવા લોકો પાસેથી પણ છીનવી શકાય છે જેઓ તેનાથી ખોટી માહિતી વારંવાર શેર કરશે.
અથવા Instagram ની નીતિનું ઉલ્લંઘન કરશે. આ સુવિધા સામાન્ય વપરાશકર્તાઓથી લઈને નાના વેપારીઓ માટે પણ ઉપયોગી સાબિત થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો તમે ઇન્સ્ટાગ્રામની આ સુવિધાનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને તેની પ્રક્રિયા વિશે જણાવીએ છીએ.

Step 1 – પહેલા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કેપ્ચર કરો અથવા અપલોડ કરો.

Step – 2 તે પછી ટોચના નેવિગેશન બારમાંથી ટૂલ સ્ટીકર પસંદ કરો.

Step 3 – તે પછી તેને સ્ટીકરમાં સામેલ કરવા માટે લિંક પર ક્લિક કરો અને તમારી મનપસંદ લિંક પેસ્ટ કરો. ત્યાર બાદ Done બટન પર ક્લિક કરો.

Step 4 – તમે આ સ્ટીકર ગમે ત્યાં સેટ કરી શકો છો અને તેનો રંગ પણ બદલી શકો છો.

આ પણ વાંચો –

‘ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી પડકારો પર વધારશે વ્યૂહાત્મક તાલમેલ’, બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે

આ પણ વાંચો –

આર્યન ખાનને જામીન મળતા જ ખુશીથી ઝૂમી ઉઠી બહેન સુહાના ખાન, બાળપણની તસ્વીર શેર કરી લખી દીધું કંઈક આવું

આ પણ વાંચો –

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

Next Article